નર્મદા ૯૦ ટકા લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું નથી ! :  નર્મદા હજારો બાળકોએ એક વર્ષ થી આજદિન સુધી સ્ટેચ્યુ નો પ્રવાસ કર્યો નથી. 

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવો નર્મદાની સ્કૂલોના બાળકો ના સ્ટેચુ પ્રવાસ નો ઘાટ.

વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ પાસેથી તગડી કરોડની આવક કમાતા નિગમે નર્મદાની જનતાને શાળા-કોલેજના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવાસ ની સુવિધા સરકાર કેમ કરતી નથી ?
સામાન્ય લોકોને ન પોસાય તેવા દરો અને રહેવા-જમવાની ખાસ સુવિધા ન હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો !
શૈક્ષણિક સત્રની શરૂઆત થતા એસએસ માં પ્રવાસીઓની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો
માત્ર શનિ રવિની રજામાં અને વેકેશનમાં પ્રવાસીઓનો ઘસારો વધુ
નર્મદા ના રહીશો અને બાળકો માટે સ્ટેચ્યુની પ્રવેશની મફત કરવાની માંગ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ સ્વપ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ ને એક વર્ષ પૂરું થયું છે દેશભરમાંથી લાખો પ્રવાસીઓ સ્ટેચ્યુની મુલાકાત લીધી છે તેની સાથેની ગમે કરોડોની તગડી કમાણી કરી છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે જે નર્મદા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું ડ્રીમ સ્વપ્ન પૂરું કરીને વિશ્વના પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ નો આકર્ષણ ઉભું કર્યું છે તે નર્મદા જિલ્લાની 90% જનતાને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વિરાટ સરદાર સાહેબનાં દર્શન કર્યા નથી એ જાણીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ ને જરૂર દૂર થશે કારણકે ઘરના આંગણા ની જનતા આજ સ્ટેચ્યુની મુલાકાત થી વંચિત રહી જાય છે એ નર્મદાના વહીવટી તંત્ર અને સરકાર માટે શરમજનક જરૂર કહેવાય, નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે અહીંની બહુધા વસ્તી આદિવાસી ઓની છે જેમાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો અને મજૂરી કરતાં શ્રમજીવીઓ ની સંખ્યા વધારે છે આ સામાન્ય ખેડૂતો અને શ્રમજીવીઓના સ્ટેચ્યુ જોયું જ નથી ! તો બીજી તરફ નર્મદામાં ટૂરિઝમનો વિકાસ થયો છે તેમાં નર્મદાના શાળા-કોલેજના બાળકોએ પણ શૈક્ષણિક પ્રવાસ ના ભાગરૂપે પણ મોટાભાગના શાળાએ બાળકોએ આજદિન સુધી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનાં દર્શન કર્યા નથી સરકાર કેમ્પર કેમ્પસ શાળા-કોલેજના નર્મદાના બાળકોને કન્સેશશન નહીં પણ એકવાર વિનામૂલ્યે પ્રવાસ જરૂર કરાવે એવી વિદ્યાર્થીઓ અને શિક્ષકો ની માંગ છે, જે સરકારે અને જિલ્લા વહીવટી તંત્રે આ માંગ પૂરી કરવાનો સમય પાકી ગયો છે. ખાટલે મોટી ખોડ એ છે કે નર્મદાના હજાર બાળકોએક વર્ષ થી આજદિન સુધી સ્ટેચ્યુ નો પ્રવાસ કર્યો નથી ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવો નર્મદાની સ્કૂલના બાળકો ના સ્ટેચ્યુ પ્રવાસનો ઘડાયો છે.

પ્રવાસ ના આંકડા જોઈએ તો દિવાળીની રજાઓમાં ત્રણ લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા વેકેશન પછી જોકે હવે બે મહિનામાં પ્રવાસીઓની સંખ્યા ઘટવા માંડી છે, શૈક્ષણિક સત્ર શરૂ થવાથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. હાલ જેટલા પણ પ્રવાસીઓ આવે છે. તેઓ મોટા ભાગના ગુજરાત બહારના છે એવરેજ 10 હજાર પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે અને હાલ એવરેજ 6 હજાર જેટલી સંખ્યા પ્રવાસીઓની જોવા મળે છે જ્યારે શનિ રવિમાં 11 થી 21 હજાર સુધી નોંધાયો છે.
આદિવાસીઓની જમીન પર બધા પ્રોજેક્ટ બનાવી છે આજે બહારથી આવતા પ્રવાસીઓ પાસે 380 અને 1000 રૂપિયા સુધી ઉઘરાવીને કરોડો રૂપિયાની તગડી કમાણી કરી છે, ત્યારે ત્યાં રહેનાર અને સ્થાનિક લોકો અને નર્મદા જિલ્લાના સમગ્ર લોકોને માત્ર આઈડી પ્રુફ જોઈને મફતમાં જવા દેવા જોઇએ તેવી લોકોની માંગ છે. અહીં જીલ્લાના 90 ટકા લોકોએ આ સ્થળ જોયું નથી ભલે ને પછી દેશ-વિદેશથી પ્રવાસીઓ આવ્યા હોય બહારની પ્રવાસીઓ માટે જે તે ફી લો એમાં કોઈ વાંધો નથી પણ નર્મદા જિલ્લાના સ્થાનિક લોકો માટે આ પ્રવાસ સ્થળો નિઃશુલ્ક હોવું જરૂરી છે. આ બાબતે વિધાનસભામાં અને લોકસભામાં સાંસદો અને ધારાસભ્યો પણ રજુઆત કરે તેવી પ્રજાની માંગ છે. પ્રજાહિત જોનારા નેતાઓ અને રાજકીય શક્તિઓ શક્તિનો અભાવ હોવાથી નર્મદાની જનતાને ઘણું બધું સહન કરવાનો વારો આવ્યો છે.
બીજી તરફ સામાન્ય લોકોને ન પોસાય તેવા મોંઘા ઘરો અને રહેવા-જમવાની ખાસ સુવિધા ન હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે હોમેસ્ટે યોજનામાં એક પણ હજી બન્યું નથી. દૂરથી આવતા પ્રવાસીઓને રાત્રી રોકાણ કરવા માટે મોંઘી હોટલ પોષાય તેમ નથી, તેથી તે જ દિવસે પ્રવાસીઓને પરત ફરવું પડે છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )