નર્મદા મા કરોડો ના ખર્ચે સ્ટેચ્યુ નો વિકાસ પણ નર્મદા અંતરિયાળ એવા ડેડીયાપાડા અને સાગબારા વિસ્તાર આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત
Spread the love
સાંસદ મનસુખ વસાવાએ લોકસભા શિયાળુ સત્ર દરમિયાન કરી રજૂઆત
રોડ-રસ્તાનો અભાવ હોવા ઉપરાંત એમના ખેતરમાં પાણી નથી મળતું. એમના છોકરાઓ સ્કૂલના અભાવે શિક્ષણ પ્રાપ્ત કરવામાં અસમર્થ છે-સાંસદ મનસુખ વસાવા
જિલ્લાના કેટલાક વિસ્તારો વન વિસ્તાર માં આવતા હોવાથી વન સૌરક્ષણ કાયદા હેઠળ રસ્તા બનાવવા તથા અન્ય વિકાસ ના કામો થતા નથી ત્યારે આ વિસ્તાર માં પણ રોડ રસ્તા બને અને આદિવાસીઓ પગભર થાય તે માટે રજૂઆત
નર્મદા જિલ્લામા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછલ કરોડો ખર્ચી ને વિકાસ કર્યો છે.પરંતુ નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા ડેડીયાપાડા અને સાગબારા વિસ્તાર હાલના સમયમાં જ પણ પૂરતી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. એમના જ મત વિસ્તારના અંતરિયાળ ગામોમાં રોડ,પાણી,સ્કૂલ સહિતની સુવિધાઓના અભાવે આદિવાસીઓનો પૂરતો વિકાસ થઈ નથી શકતો. આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ લોકસભા શિયાળુ સત્ર દરમિયાન કરેલી રજૂઆત કરી હતી તે ચર્ચા નો વિષય બન્યો છે
ભરૂચ લોકસભા મતવિસ્તારના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લોકસભા શિયાળુ સત્ર દરમિયાન અધ્યક્ષને રજુઆત કરતા જણાવ્યુંહતુ કે, ગુજરાતના અને નર્મદા જિલ્લાના અંતરિયાળ લોકો મૌલિક સુવિધાથી વંચિત છે. રોડ-રસ્તાનો અભાવ હોવા ઉપરાંત એમના ખેતરમાં પાણી નથી મળતું. એમના છોકરાઓ સ્કૂલના અભાવે શિક્ષણ પ્રાપ્ત કરવામાં અસમર્થ છે.એનું એક જ કારણ છે કે, વન સમિતિ કાયદાને લીધે રોડ રસ્તા, સ્કૂલ નથી બની શકતા,સિંચાઈ માટે ચેક ડેમ અથવા અન્ય સિંચાઈ લક્ષી પ્રોજેકટ નથી બની શકતા.
એની સામે કેન્દ્ર સરકારને વધુમા મનસુખભાઈ વસાવા એ જણાવ્યુ હતુ કે જણાવ્યુ હતુ કે વિકાસ સંબંધી કાર્યમાં મોડુ થતું નથી પણ મારા સંસદીય ક્ષેત્ર અને આખા ટ્રાયબલ બેલ્ટમાં આદિવાસીઓના વિકાસ માટેના નિર્માણ કાર્યને હજુ સુધી સ્વીકૃતિ મળી નથી.જેને લીધે વન વિસ્તારમાં રહેતા આદિવાસીઓ શહેરી સુવિધાઓથી વંચિત રહે છે.અમારા વિસ્તારમાં વન ભૂમિના પટ્ટા આદિવાસીઓને હજુ સુધી નથી મળ્યા.મારો સરકારને આગ્રહ છે કે આદિવાસીઓને વન ભૂમિ પટ્ટાના અધિકારો મળે અને રોડ સહિતની મૌલિક સુવિધા ઉપલબ્ધ કરાવાયતેવી માંગ સંસદે કરી છે
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા
CATEGORIES રોજીદા સમાચાર