ગરુડેશ્વર તાલુકા ના જંતર થી ખડી ગામનો 3 કી.મી.નો રસ્તો 70 વર્ષ પછી બનેલા રસ્તા નું નાળૂ એક જ વર્ષમાં તૂટી જતાં રસ્તો બંધ થઇ જતાં ગ્રામજનો વાહનચાલકોને ભારે હાલાકી
નાળા ની છેલ્લી ની દિવાલ ટુટી ટુ વ્હીલર અને રોડની સાઈડે થી જવાનો વારો ફોરવીલર જઈ શકતા નથી.
નર્મદાના ઉનાળાના અંતરિયાળ એવા ગામો છે જ્યાં સારા રસ્તાઓ ગ્રામજનોને નસીબ નથી થયા રસ્તા બન્યા છે તકલાદી અને ચાલુ વરસાદમાં ધોવાઈ જતા બિસ્માર રસ્તાને કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે, એવું જ એક ગામ છે ગરૂડેશ્વર તાલુકાના જતર અને વડીગામ જ્યાં જંતર થી ઘડી ગામનો 3 કી.મી.નો રસ્તો 70 વર્ષ પછી નવો બન્યો હતો, 70 વર્ષ પછી ગામને સારો ડામર નો નવો રસ્તો મળતા ગ્રામજનો ખુશ થઈ ગયા હતા, પણ આ ખુરશી વધારે ટકી નહીં કારણકે ચાલુ સાલે ભારે વરસાદ થતા આ રસ્તો ધોવાઈ ગયો અને રસ્તા નું નાળૂ જ તૂટી પડ્યું, નાળા ની દિવાલ પણ તૂટી ગઈ જેને કારણે બનેલા રસ્તા નું નાળૂ એક જ વર્ષમાં તૂટી જતાં રસ્તો બંધ થઇ જતાં ગ્રામજનો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નાળા ની નીચલી સાઈડની દીવાલ પર રોડની સાઈડે થી જવાનો વારો આવ્યો ફોરવીલર જઈ શકતા નથી. ઇમરજન્સી કેસમાં 108 ગાડી ગામે જઇ ન શકતા દર્દીઓની હાલત કફોડી છે.