૨૨મી નવેમ્બરે પંચમહાલ જિલ્લાના છ તાલુકાઓમાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૫,૪૦૦ અરજીઓનો હકારાત્મક નિકાલ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં વ્યક્તિલક્ષી પ્રશ્નોના ત્વરીત નિકાલ માટે રાજ્યભરમાં સેવા સેતુના પાંચમાં તબક્કાનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે ત્યારે આ ઝુંબેશ અંતર્ગત પંચમહાલ જિલ્લાના છ તાલુકાઓમાં ૨૨મી નવેમ્બરે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમોમાં ૧૫,૪૦૦ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. ૨૨મી નવેમ્બરે ગોધરા તાલુકામાં યોજાયેલ કાર્યક્રમમાં ૩૨૧૮, ઘોઘંબા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ૨૮૪૪, મોરવા (હ)માં ૨૭૩૩, જાંબુઘોડામાં ૨૬૮૫, કાલોલમાં ૨૦૮૨ અને હાલોલમાં ૧૮૩૮ અરજીઓનો હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો હતો.
સેવાસેતુ કાર્યક્રમ હેઠળ વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને આવક/જાતિના દાખલા, જન્મ-મરણના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડમાં નામ ઉમેરવા/કમી કરવા, ૭/૧૨ – ૮-અ ઉતારા, વિધવા સહાયના ખાતા, વયવંદના અને પ્રધાનમંત્રી આવાસયોજના, લર્નિંગ લાઈસન્સ, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના, બેંક ધિરાણ યોજના સહિત ૫૭ પ્રકારની વ્યક્તિલક્ષી સેવાઓ એક જ છત્ર હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.