વિધાનસભા સચિવાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં ભુજના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્યએ પણ 13મી વિધાનસભા દરમિયાન 3 મેડિકલ બિલ મંજૂર કરાવ્યા હતા. ડૉ. નીમાબેન આચાર્ય ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યા છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે એફિવડેવિટ કરેલી કુલ સંપતિ 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા એફિવડેવિટમાં રૂપિયા 34 કરોડ જેટલી દર્શાવી છે. ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય જાતે MBBS,MD ડૉક્ટરની પદવી ધરાવે છે અને તેમના પતિ ડૉ. ભાવેશભાઈ આચાર્ય પણ ડૉક્ટરની પદવી ધરાવે છે. ધારાસભ્ય ડૉ. નીમાબેન 34 કરોડની સંપતિ ધરાવે છે અને જાતે ડૉક્ટર છે અને તેમણે પણ સરકારમાંથી મેડિકલ મંજૂર કરાવ્યા છે.
ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય બે વખત અંજારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ 2012 અને 2017માં ભુજ વિધાનસભા બેઠક પરથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ એ MBBS,DGO,MD(Gynec and Obstetric)નો અભ્યાસ કરેલો છે અને તેમના પતિ ડૉ ભાવેશ આચાર્ય પણ ડોક્ટર છે. ડૉ. નીમાબેન આચાર્યએ 13મી વિધાનસભામાં પ્રથમ મેડિકલ બિલ 01-11-2014ના રોજ મંજૂર કરવામાં આવ્યું હતું. જે રૂપિયા 19,014 રૂપિયાનું હતું, ત્યારબાદ બીજું બિલ 14-12-2015ના રોજ મંજૂર કરાવ્યુ હતું. જે રૂપિયા 37,571 રૂપિયાનું હતું અને ત્રીજું મેડકીલ બિલ 31-03-2016ના રોજ મંજૂર કરવવ્યું હતું જે 10,900 રૂપિયાનું હતું.