અમદાવાદ: મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઈડ નોટ વાંચીને આંસુ આવી જશે
કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ફાલ્ગુની શ્રીમાળી નામની મહિલા કોન્સ્ટેબલે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. તેની સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. ફાલ્ગુનીએ જિંદગીની છેલ્લી ક્ષણોમાં લખેલી આ ભાવુક સ્યૂસાઈડ નોટ વાંચીને આંખમાં આંસુ આવી જશે. સુસાઇડ નટોમાં મમ્મીને પોતાની બેસ્ટ ફ્રેન્ડ ગણાવી છે. સુસાઇડ નોટ વાંચો..
મારા વ્હાલા મમ્મી અને પપ્પા તમે દુનિયાના બેસ્ટ મમ્મી પપ્પા છો. તમે મને ક્યારેય કોઈ દુઃખ આપતા નથી. મારા ભાઈઓ તો મારો જીવ છે અને મને સમજાવી ક્યારેય દુઃખી કરી નથી. મારો ભાઈ એ તો મારો રોલ મોડેલ છે. જેણે મને બહુ જ હિંમત આપી અને મને આટલી આગળ વધારી. તેમજ મને દરેક બાબતે દુનિયા સામે લડતા શીખવ્યું. મારો ભાઈ હિમાંશુ તારામાં તો ભાઈ બહુ સહન શક્તિ છે એની સામે મારી પાસે તો ઝીરો સહન શક્તિ છે. હું કંઈ જ સહન કરી શક્તિ નથી. પપ્પા હું આજે જઈ રહી છું, બધાથી દૂર એક અલગ દુનિયામાં જ્યાં કોઈ જ નહીં હોય આ બધું. મારી મમ્મી અરે મમ્મી કહેતા જ આંખો ભરાઈ જાય છે કેમ કે એક મા જ એવી વ્યક્તિ છે જેને બાળક દરેક સમજાઈ જાય. મારી મમ્મી તો મારી બેસ્ટ ફ્રેન્ડ બધું જ છે. જ્યાં જવું હોય ત્યાં સાથે હોઈએ આપણે મમ્મી.
આજે હું દુનિયા આ દુનિયામાંથી દૂર જઈ રહી છું, આનું કારણ મારા ઘરના કોઈ જ નથી કે ના કોઈ દુઃખ છે. મને મારા ઘરનાથી પણ દુઃખ તો એ છે કે મારી આ નોકરી તો આવી છતાં હું કાંતી, રાજન, જયેશ અને એની વહુ હીના ઉર્ફે ભૂરી, આરતી ઉર્ફે કાળી, કમળા, પુષ્પા, અરવિંદ અને તેના બે છોકરાઓએ આટલું આપણને હેરાન કરવા છતાં હું કંઈ કરી ના શકી. એ લોકોને લીધે આપણે પોતાનું ઘર છોડીને આવવું પડ્યું અને અત્યારે ઘર માટે ફરવું પડે છે. ઘરનું પણ કંઈ થતું નથી છતાં આજે બીજે રહેવું પડે છે. એ લોકોને એમના કરેલની સજા આપી ના શકી, એનો અફસોસ બહુ જ થાય છે. આજે હું એટલી હદે તૂટી ગઈ છું કે બસ હવે મારે જીવવું નથી. મારા મા બાપ માટે કંઈ જ ના કરી શકુ તો આજીવન પણ શું કામનું. અને હા મારા મોટા ભાઈઓ મને દાટતા નહીં મને બાળજો. મને દાટે એ નથી ગમતું.
મમ્મી તું મને જતા પહેલાં એકદમ સરસ તૈયાર કરજે, ભાઈ મારી પસંદગીની વસ્તુ હું મરું પછી બાળકોને વહેંચજે અને મને વડનગરના ઘરે લઈ જજો. ત્યાં મને સુવડાવજો મારા ઘરે સુઈ ગયો બહુ જ સમય થઈ ગયો. મમ્મી મારા માથે હાથે ફેરવજે જેથી મને બહુ જ સારી ઉંઘ આવે તથા માથે અડે એટલે મને બહુ જ શાંતિ થાય છે. પપ્પા હવે પહેલા જેવા ના રહેતા તમને બોલવા વાળી હું જાઉ છું. મમ્મીને હેરાન ના કરતા હો પાછા ઘરના બધાને સાચવજો. ભાઈ હિમાંશું અને જયેશ મમ્મી પપ્પાને સાચવજો હવે એ જવાબદારી તમારી. દિકરી અને દીકરા બન્ને તરીકેની જવબાદરી તમારી છે આજથી. ભાઈઓ મારી ચિંતા ના કરશો. તમારા મેરેજમાં ગમે તે રૂપે આવી જઈશ. કેમ કે મારા વગર નાચશે કોણ, બૂમો કોણ પાડશે અને હા હવે બહુ જ કહી દીધું કેમ પણ હું છું જ બોલકી ને તો શું કરૂ તો હવે હું જાવ છું. બધા હળી મળીને રહેજો. Love you mummy Pappa nd I Love yoy cm big brothers good by