ક્રિકેટ વર્લ્ડકપમાં કેસરી ટીશર્ટ પહેરીને રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો વધુ
World Cup 2019: ભારતીય ટીમ 30 જૂને ઇંગ્લેન્ડની સામે રમાનારી આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની મેચ દરમિયાન બ્લુ કલર ની ધરતી ના સ્થાને કેસરિયા રંગ ની ધરતી માં નજર આવશે. યજમાન ઇંગ્લેન્ડ સાથે થનાર આ મેચમાં ઇંગ્લેન્ડ ની જર્સી ને લીધે ભગવા રંગ માં ભારતીય ટીમને ઉતરવું પડશે. ભારતીય ટીમ આ મેચમાં નારંગી જર્સી નો ઉપયોગ કરશે.
ક્રિકેટ જગતની વૈશ્વિક સંસ્થા આઇસીસીના નિયમ અનુસાર યજમાન ટીમને પોતાની જે રંગની જર્સી હોય તે રંગમાં જ ઉતરવું પડે છે. ટીમ ઇન્ડિયા અને ટીમ ઇંગ્લેન્ડ બંને બ્લુ કલરની જર્સી પહેરે છે. આઈસીસીના આ નિયમને લઈને ભારતની જર્સીમાં બદલાવ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપમાં 2 જૂને દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશની વિરુદ્ધ મેચમાં પોતાની જર્સીનો રંગ બદલી કાઢ્યો હતો. આ મેચમાં આફ્રિકન ખેલાડીઓ લીલા કલર ની જગ્યાએ પીળા શર્ટ માં મેદાનમાં ઉતરી હતી. ભારત અને અફઘાનિસ્તાન બંનેનો કલર બ્લુ છે. આવામાં બંને વચ્ચે ૨૨ જૂને રમાનારા મુકાબલામાં અફઘાનિસ્તાનને પોતાની કિટ બદલવી પડી શકે છે. વિશ્વકપ 2019 ના મેચ શેડ્યુલ ના મુજબ સાઉથહેમ્પટન માં થનારી આ મેચમાં ભારત માટે ઘરેલુ મેચ માનવામાં આવશે.