ભાજપના નેતાની નેતાગીરી પોલીસે ઉતારી નાખી,દંડ ભરાવ્યો જ……
મનમંચ ન્યૂઝ………વડોદરા
વડોદરા ટ્રાફિકના નવા નિયમોના કડક અમલના પગલે પૂર્વ કોર્પોરેટર અને શિક્ષણ સમિતિમાં સભ્ય ભાજપા કાર્યકર એવા મિનેશ શાહ અને પોલીસ વચ્ચે સોમવારે માંડવી ખાતે ભારે ઘર્ષણ થયું હતું. જોકે નેતાની નેતાગીરી કેવી હોય તેનો ઉત્તમ નમૂનો લોકોએ જોયો હતો. ભાજપા કાર્યકરે પોલીસને કહ્યું કે, અમારી સરકાર છે. અમે કાયદા બનાવ્યા છે. ચાર દરવાજા વિસ્તાર છે. તેવી પોલીસને ધમકી આપી હતી.પોલીસે ટ્રાફીકના કાયદા અનુસાર દંડ વસુલ કર્યો હતો. માત્ર એટલું જ નહીં કાર્યકરે પૂર્વ મંત્રી સાથે વાત કરાવવા છતાં પોલીસે તેની એક ચલાવી ન હતી. આ ઘટનાંનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
બનાવ એવો છે કે, વડોદરાની મહેતા પોળમાં રહેતા ભાજપાના પૂર્વ કાઉન્સિલર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના વર્તમાન સભ્ય મિનેષ શાહ દ્વારા પોલીસ વચ્ચે સોમવારે માંડવી ખાતે ટ્રાફિકના નવા નિયમોને પગલે ઘર્ષણ કરવામાં હતું. પોલીસ દ્વારા માત્ર માંડવીથી ન્યાય મંદિર તરફ જતા વાહન ચાલકોને પકડીને દંડ વસુલાતની કામગીરી કર હતા. તે વખતે ભાજપા કાર્યકર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પસાર થતાં લોકોના ટોળા થઈ ગયા હતા.
ટ્રાફિક પોલીસે ભાજપના આ નેતાની નેતાગીરી જાહેરમાં ઉતારી નાખી હતી. એક વ્યક્તિને હેલ્મેટ વિના પકડતા નેતા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. સોમવારે થયેલા ઘર્ષણના વીડિયોમાં ભાજપ કાર્યકર મિનેષ શાહે પોલીસ અધિકારીને કહ્યું કે, તમે એક જ સ્થળે ઊભા રહીને કેમ કામગીરી કરો છો. અમારી સરકાર છે. અમે કાયદા બનાવ્યો છે. કાયદાનું પાલન એક સરખું થવું જોઇએ. માંડવી પાસે ગેરકાયદે ઊભી રહેતી ઓટોરિક્ષા ચાલકો સામે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી. માંડવી રોડ ઉપર ગેરકાયદે પથારાવાળા સામે કેમ કાર્યવાહી કરતા નથી. માત્ર માંડવી તરફથી ન્યાય મંદિર તરફ જતા વાહન ચાલકોને જ કેમ પકડીને દંડ વસુલ કરવામાં આવે છે. માંડવી વિસ્તારની ચારે બાજુ પોલીસ ટીમ ઊભી કરીને કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી.પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરેલા ભાજપા કાર્યકર મિનેષ શાહની પોલીસે એક ચલાવી ન હતી. તેઓએ પોતાનો પાવર બતાવવા માટે પૂર્વ મંત્રી લાખાવાલાને પણ ફોન કરીને ફરિયાદ કરી હતી. જોકે, પોલીસે ઓળખાણ પણ ન ચલાવી અને ભાજપા કાર્યકરને રૂપિયા 500 દંડ ભરાવ ડાવ્યો હતો.