છેલ્લા બે મહિનામાં પારાવાર સમસ્યાઓથી ઘેરાયેલા વિદેશી પ્રવાસીઓ નર્મદાના, વીજળી, પાણી અને રસ્તાઓને સમસ્યાથી ત્રસ્ત : યુવરાજના આમંત્રણથી ભારત આવતા સમલીગીક પ્રવાસીઓની હૈયાવરાળ : અંક અંકલેશ્વર થી રાજપીપળા સ્ટેચ્યુ અત્યંત ખરાબ રસ્તાઓની દુર્દશા જોઈને હવે ક્યારે સ્ટેચ્યુ જોવા ભારત નહીં આવતી પ્રતિજ્ઞા લીધી કેટલાક તો સ્ટેચ્યુ જોયા વિના પાછા ફર્યા : રાજપીપળામાં વરસાદની મોસમમાં આવે તો લાઈટ ડુલ થઇ જાય! રાજવંશ શૈલેષ માં ઉતારેલા વિદેશી પ્રવાસીની ૨૪ કલાક વીજળી છતાં અંધારામાં અને ગરમીમાં સાંભળવું પડ્યું હતું
વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને એક વર્ષ પૂરું થયું તે જોવા દેશભરમાંથી લોકો પ્રવાસીઓ ઉમટી રહ્યા છે પણ જેની સહકારની અપેક્ષા હતી તેવા વિદેશી પ્રવાસીઓને સ્ટેચ્યુ પર ખેંચી લાવવામાં તંત્ર સફળ નીવડયુ નથી ખૂબ જ ઓછી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓની રહી છે તંત્ર પાસે વિદેશી પ્રવાસીઓ ના તો કોઈ ચોક્કસ આંકડા નથી પણ ક્રમશ: ઘટી રહી તે પણ ચિંતાનો વિષય બન્યો છે.
બીજી તરફ સમલીગીકોની સમસ્યા માટેલ રાજવી સ્ટેટ રાજપીપળાના પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહ વિશ્વના મોટા ભાગના દેશોનો પ્રવાસ કર્યા બાદ વિદેશીઓને અને સમલીગી કોને યુવરાજ ભારત આવવા અને સ્ટેચ્યુ જોવા માટે ભારત આવવા આમંત્રણ આપ્યું હતું, એટલું જ નહીં યુવરાજે નર્મદા કિનારે પોઇચા ખાતે હનુમંતશ્વર ખાતે સમલીગીકો માટે ભારતના સૌથી મોટા સ્ટે ફોર્મ બનાવ્યું છે, તેમાં મોટી સંખ્યામાં વિદેશીઓ છે પણ ભારત આવ્યા પછી આ વિદેશી પ્રવાસીઓને અને કડવા અનુભવો થયા છે.
યુવરાજના જણાવ્યા અનુસાર સ્ટેચ્યુ જોવા આવનારા બહારને ભારત આવતા પ્રવાસીઓ હવે વઘી રહ્યા છે, આટલા દૂરથી આટલા બધા પૈસા ખર્ચીને સ્ટેચ્યુ જોવા આવીએ પણ અહીંના રસ્તા એટલા ખરાબ છે, કે અમને શરમ આવે છે. ભારત સરકાર સ્ટેચ્યુ માટે સારા રસ્તાઓ ફોરલેન માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે, આવા બિસ્માર રસ્તા સરકાર બનાવે છે ? અંકલેશ્વર થી કેવડીયા સુધીના ડામર મોટા ખાડા પડી ગયેલા છે જોઈને શરમ અનુભવતા પ્રવાસીઓ હવે ફરી ક્યારેય નહીં આવવાનો નિર્ણય જાપાનના પ્રવાસીઓ પાછા ફર્યા હોવાનું અને ફરીથી ક્યારેય નહીં આવવાની પ્રતિજ્ઞા પણ લીધી હોવાનું યુવરાજે ખેદ સાથે જણાવ્યું હતું.
ભારત સરકાર તરફથી વિદેશીઓ માટે ખાસ કોઇ સુવિધા નહીં વિદેશી પ્રવાસીઓ પોતાની હૈયા વરાળ કરતાં જણાવ્યું હતું કે સ્ટેચ્યુ પર વિદેશી પ્રવાસીઓ થી ભારત સરકારને ડબલ ફાયદો થાય તેમ નથી એક તો ફોરેનર એક્ષચેન્જ મળવાથી ભારતની આર્થિક સ્થિતિમાં વધારો થશે અમારા પાસે પૈસા છે અમે પૈસા ખર્ચો તૈયાર છે પણ પૈસા ખર્ચો આપા છતાં કોઇ સુવિધા ન મળે તો શું ફાયદો ? અહી કલાકો સુધી લાઈટો જાય છે, રસ્તા ખરાબ છે, પાણી આવતો નથી, સારી હોટલ નથી રાજપીપળાની હોટલમાં ઉતરેલા વિદેશી પ્રવાસીએ કડવો અનુભવ જણાવતા જણાવ્યું હતું કે અહીંયા ની હોટલો ગમે ત્યારે લાઇટ જાય છે. રાજપીપળામાં વાવાઝોડું કે વરસાદ થાય તો કલાકો સુધી લાઈટો જાય છે અને અંધારામાં અને ગરમીમાં સાંભળવું પડે છે. લાઈટ ન હોય તો બાથરૂમમાં પણ નવાબ માટે પાણી પણ આવતું નથી ! આ વિદેશી પ્રવાસીઓ માટે યુરોપ આફ્રિકા અમેરિકા અને એશિયા ખંડમાંથી આવેલા પ્રવાસીઓને કડવો અનુભવ થયો હોવાનું જણાવ્યું હતું. પ્રધાનો અને મંત્રીઓની સરભરા પાછળ કરોડોના ખર્ચે કરતી ભારત સરકાર દ્વારા વિદેશી પ્રવાસીઓ માટે ઉત્તમ સુવિધા આપવામાં ભારત સરકાર નિષ્ફળ નિવડી હોવાનું ફલિત થયું છે. પ્રવાસીઓ માટે ખાસ અલગ પેકેજ બનાવે અને પ્રવાસીઓને ઉત્તમ સુવિધા આપે તેવી માંગ બુલંદ બની છે.
રિપોર્ટ : જ્યોતિ
જગતાપ, રાજપીપળા