પંચમહાલ જિલ્લામાં ગોધરાની ગાંધી સ્પેશ્યલ બહેરા-મૂંગા વિદ્યાલય ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉત્સાહભેર ઉજવણી
કલેક્ટર શ્રી અમિત અરોરાએ દિવ્યાંગ બાળકો માટે
રમત-ગમતના સાધનોનું ઉદઘાટન કર્યું : દિવ્યાંગો અને દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓની દ્વારા રેલી યોજાઈ
૩જી ડિસેમ્બર વિશ્વભરમાં વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ ગોધરાની ગાંધી બહેરા-મૂંગા વિદ્યાલય ખાતે કલેક્ટર શ્રી અમિત અરોરાની ઉપસ્થિતિમાં આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શાળાના બાળકો માટે બેડમિન્ટન, ટેબલ-ટેનિસ, વોલીબોલ અને આર્ચરીના વિવિધ સાધ
નોનું ઉદઘાટન કરતા જિલ્લા સમાહર્તાએ જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકોનમાં એકાદ શક્તિ ઓછી આપીને તેમનામાં અન્ય શક્તિઓ વધુ પ્રમાણમાં ખીલવવાની બક્ષિસ પ્રકૃતિદત્ત હોય છે. તેમણે શાળાના બાળકો દ્વારા થતી વિવિધ પ્રવૃતિઓ અને તેમણે બનાવેલ વસ્તુઓનું અવલોકન કરી બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સમાજમાં દિવ્યાંગતા અંગે જાગરૂકતા લાવવાના હેતુથી ગાંધી બહેરા-મૂંગા શાળાથી ગાંધી ચોક સુધી એક રેલી યોજાઈ હતી, જેમાં દિવ્યાંગો, દિવ્યાંગો માટે કામ કરતી વિવિધ સંસ્થાઓ, જિલ્લાના સમાજ સુરક્ષા વિભાગ-બાળ સુરક્ષા વિભાગ, રમત-ગમત વિભા