બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી વિદ્યા સિંહા એ દુનિયાને કહ્યું અલવિદા :  ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગમગીની છવાઇ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વિતેલા સમયની લોકપ્રિય અભિનેત્રી વિદ્યા સિંહાનું 71 વર્ષની ઉંમરે મુંબઇમાં નિધન થયું હતું. તેમણે મુંબઈમાં જૂહુ સ્થિત ક્રિટીકેર હોસ્પિટલમાં આજે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમનું નિધન બપોરના 12 વાગ્યાની આસપાસ થયું હોવાની જાણકારી સામે આવી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિદ્યા સિંહાને ફેફસા તથા કાર્ડિયેક ડિસઓર્ડરની બીમારી હતી. ગત સપ્તાહે વિદ્યા સિંહાની તબિયત ખુબ જ ગંભીર હતી અને તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં.
વિદ્યા સિંહાએ ‘છોટી સી બાત, પતિ પત્ની ઔર વો, રજનીગંધા, મુક્તિ, તુમ્હારે લિયે, ઈન્કાર, સ્વયંવર, મગરૂર સહિતની ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે લોકપ્રિય ટીવી સિરિયલ્સ કાવ્યાંજલિ, કૂબૂલ હૈં અને કુલ્ફી કુમાર બાજેવાલામાં પણ કામ કર્યું હતું.
ઉલ્લેખનિય છે કે, વિદ્યાએ વર્ષ 2009માં તેમના બીજા પતિ નેતાજી ભીમ રાવ સાલુંકે વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જેના કારણે તેઓ ખુબ ચર્ચામાં આવી ગયા હતાં. તેમણે તેમના પર મેન્ટલી અને ફિઝિકલી હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. બાદમાં કેસ જીતી ગયા બાદ બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )