પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રથમ પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ – વડાપ્રધાન સહિત દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીની આજે પહેલી પુણ્યતિથિ છે. દેશના કેટલાક દિગ્ગજ નેતા આજે તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. નવી દિલ્હીમાં આવેલ સ્મૃતિ સ્થળ ‘સદેવ અટલ’ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત મોટા મોટા નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. અટલ બિહારી વાજપેયીની તબીયત ખુબજ ખરાબ રહેતી હતી અને લાંબી બીમારી પછી 16 ઓગસ્ટ 2018 તેમનું નિધન થયુ હતુ.
દિલ્હી સ્થિત સદૈવ અટલ પર અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિના અવસર પર મોટા કાર્યક્રમ રાખ્યો હતો. અટલ બિહારી વાજપેયીની પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્ય, પૌત્રી નિહારિકા સહિત પરિવારના કેટલાક સભ્ય ત્યાં પહોંચ્યા હતા. પૂર્વ પ્રધાનમંત્રીના સ્મૃતિ સ્થળ પર આજે ભજનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જ્યાં તેમને શ્રદ્ધાજલિ અર્પવામાં આવી રહી છે. ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડૂએ પણ ટ્વિટ કરી તેમને ભાવભીની શ્રદ્ધાજલિ આપી હતી.
પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીના નિધન બાદ BJPએ તેમની અસ્થિઓને દેશની 100 નદિઓમાં પ્રવાહિત કર્યા હતા અને તેમની શરૂઆત હરિદ્વારમાં ગંગામાં વિસર્જન સાથે કરવામાં આવ્યા હતા. પોતાની કવિતાઓ અને અલગ અંદાજમાં ભાષણથી લોક હૃદયમાં ચાહના મેળવનાર અટલજી ભાજપના સંસ્થાપકોમાં અવ્વલ સ્થાને હતા.
પૂર્વ PM અટલ બિહારી વાજપેયીને 2014માં દેશનું સર્વોચ્ચ સન્મામ ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની પહેલી સરકાર ફક્ત 13 દિવસ સુધી ચાલી હતી 1996માં પહેલીવાર તેઓ પ્રધાનમંત્રી બન્યા અને ફક્ત 13 જ દિવસ સુધી સત્તા પર આરૂઢ રહ્યા હતા.
1998માં તેઓ ફરી બીજી વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમની સરકાર 13 મહિના સુધી સત્તા પર રહી 1999માં ત્રીજી વખત પ્રધાનમંત્રી પદને સંભાળ્યુ ત્યારે તેઓએ 5 વર્ષ સુધીનો તેમનો કાર્યકાળ પુરો કર્યો હતો. 2004થી તેમની તબીયત એ હદે કથળેલી રહેવા લાગી કે રાજનીતિથી તેમણે સંન્યાસ લઈ લીધો હતો