છોટાઉદેપુર ખાતે સ્વાતંત્ર પર્વ રાજય મહોત્સવની કરવામાં આવી રહેલી તડામાર તૈયારીઓ

છોટાઉદેપુર ખાતે સ્વાતંત્ર પર્વ રાજય મહોત્સવની કરવામાં આવી રહેલી તડામાર તૈયારીઓ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આગામી તા. ૧૫મી, ઓગષ્ટના ૭૩મા સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી છોટાઉદેપુર ખાતે કરવામાં આવનારી છે. સ્વાતંત્ર્ય પર્વના રાજય મહોત્સવને અનુલક્ષીને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આદરી દીધી છે.
છોટાઉદેપુર ખાતે રાજય સરકાર દ્વારા ૭૩મા સ્વાતંત્ર્ય પર્વની રાજય કક્ષાની ઉજવણી કરવાનું નકકી કર્યું છે. જે અંતર્ગત તા. ૧૪મી, ઓગષ્ટ અને ૧૫મી, ઓગષ્ટના રોજ વિવિધ કાર્યક્રમો યોજાશે. આ બંને દિવસો દરમિયાન યોજાનારા કાર્યક્રમો સુપેરે પાર પડે એ માટે જિલ્લા કલેકટર સુજલકુમાર મયાત્રાના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.
તા. ૧૪મી, ઓગષ્ટના રોજ બોડેલી ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનારા યુવા સંમેલન, છોટાઉદેપુર ખાતે યોજાનારા મહિલા સંમેલન, એટ હોમ કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો તથા તા. ૧૫મી, ઓગષ્ટના રોજ ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા રાજયકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના ધ્વજવંદન કાર્યક્રમની તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે.
તમામ કાર્યક્રમોના સ્થળોએ સામિયાણા, બેઠક વ્યવસ્થા, સ્ટેજ, પાર્કિંગ સહિતની સુવિધાઓને આખરી ઓપ આપવાની કામગીરીમાં તંત્ર જોતરાઇ ગયું છે. આ ઉપરાંત જિલ્લા કલેકટર સુજલકુમાર મયાત્રા પણ તમામ કાર્યક્રમના સ્થળોની મુલાકાત કરી જાત નિરીક્ષણ કરી માર્ગદર્શન આપી રહ્યા છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવાના ભાગરૂપે કાર્યક્રમના સ્થળોએ રિહર્સલ કરવાનું પણ શરૂ કરી દીધું છે. આમ, તા. ૧૪મી અને ૧૫મી, ઓગષ્ટના રોજ યોજાનારા રાજયકક્ષાના કાર્યક્રમો સુપેરે પાર પડે એ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )