છોટાઉદેપુર ના બોડેલીના માંકણી ગામે શિક્ષણ દિવસ ની ઉજવણી સાથે સાત ઓરડાની નવનિર્મિત માંકણી ગ્રુપ શાળાના નવીન મકાનનું લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ આદિવાસી સમાજની અનુશાસનપ્રિયતા અને જાગૃતિનાં વખાણ કરતા જણાવ્યું હતું કે, વનબંધુ કલ્યાણ યોજનાથી આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થયો છે. તેમણે આદિવાસી વિસ્તારનાં પછાતપણાનું મેણું આ સરકારે ભાંગ્યું છે એમ પણ ઉમેર્યું હતું. ઉપરાંત તેમણે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીએ કાશ્મીર બાબતે લીધેલા નિર્ણયની પ્રસંશા કરી રાજય સરકારે આદિવાસી વિસ્તારનાં વિકાસ માટે પેસા એકટનો અમલ કર્યો છે એમ જણાવ્યું હતું.
વધુમાં તેમણે આદિવાસી સમાજમાં શિક્ષણ માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ અંગે વિગતે છણાવટ કરી આદિવાસી સમાજનાં બાળકોમાં પણ શિક્ષણની ભૂખ જાગી છે એમ .રાજય સરકારે રાજયમાં ઊંચું આવે એ માટે ખૂબ કામ કર્યું છે, પરંતુ માત્ર શિક્ષણ પૂરતું નથી શિક્ષણની સાથે લોકશિક્ષણ પણ આપવામાં આવે તો સમાજનું સારૂં ઘડતર કરી શકાય એમ, રાજયનાં શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું.
આજના આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાની બાળાઓએ પ્રાર્થના સાથે સ્વાગત ગીત ગરબો તેમજ નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરલભાઇએ અને આભારવિધિ માંકણી પ્રાથમિક શાળાના આચાર્ય સંદિપભાઇ પટેલે આટોપી હતી .
પ્રાથમિક શાળાના નવીન મકાનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભા બેઠકના પ્રથમ મહિલા સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ જશુભાઈ રાઠવા છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા પાવીજેતપુર ના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ સચિવ જયંતીભાઈ રાઠવા , બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ બારીયા, ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ, તથા બોડેલી તાલુકા ભાજપના પ્રમુખ છત્રસિંહ રાઠવા, મહામંત્રીઓ કાર્તિક શાહ તેમજ પરિમલ પટેલ સહિત તાલુકા જિલ્લાના પદાધિકારીઓ તેમજ છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમણભાઈ રાઠવા, મંત્રી સુનિલભાઈ ઠાકર, બોડેલી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ જયસ્વાલ , મંત્રી મુસ્તાકભાઈ મન્સુરી સહિત તાલુકા જિલ્લાના શિક્ષક સંઘના હોદ્દેદારો ની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી ઓ બોર્ડમાં સારુ પરિણામ મેળવનાર શાળા અને ગુણોત્સવમાં એ પ્લસ ગ્રેડ ધરાવતી શાળાના આચાર્યનું શિક્ષણ મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ના ત્રણેય ધારાસભ્યો ની સૂચક ગેરહાજરી .
બોડીના માંકણી ખાતે યોજાયેલ શિક્ષણ દિવસની ઉજવણી અને પ્રાથમિક શાળા નવીન મકાનનું લોકાર્પણ ના કાર્યક્રમ માં જિલ્લાના ત્રણેય ધારાસભ્યોની સૂચક ગેરહાજરી ઉપસ્થિતોને આંખે ઊડીને વળગતી હતી જેમાં ભાજપ ના એક અને કૉંગ્રેસ ના બે ધારાસભ્યો ની ગેરહાજરી જોવા મળી મળી હતી ભાજપ ના સંખેડા ના ધારાસભ્ય અભેસિંહ તડવી અને કૉંગ્રેસ ના પાવીજેતપુર ના ધારાસભ્ય સુખરામ રાઠવા તેમજ છોટાઉદેપુર ના દિગ્ગજ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ગેરહાજર જોવા મળ્યા હતા.