નર્મદામાં સતત ભારે વરસાદના પગલે રાજપીપળાના બજારમાં શાકભાજીનો માલ ન આવતા શાકભાજીના ભાવમાં જંગી ઉછાળો.
કિલોના ભાવ 100 થી 150 રૂપિયાનો ઊંચો ભાવ એક ગ્રાહકોની ખરીદી શકતી 250 થી 500 ગ્રામ આવ્યો. રાજપીપળા સહિત નર્મદા શાકભાજીના ભાવોમાં સતત વધારો
હજી 15 દિવસ સુધી ભાવો ઉંચા રહેવાનું જણાવતા વેપારીઓ.
તુવેર, વટાણા અને ક કંટોલાનો કિલોનો ભાવ 160 રૂ. કિલો રાજપીપળા, તા. 12
નર્મદા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી સતત એકધારા ભારે વરસાદના પગલે રાજપીપળા સહિત નર્મદા ના બજારમાં શાકભાજી નો માલ ન આવતા શાકભાજીના ભાવોમાં જંગી ઉછાળો આવ્યો છે. રાજપીપળાના શાક માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસથી શાકભાજીનો માલ માર્કેટમાં આવી શકયો ન હોવાથી શાકભાજીના ભાવો ખૂબ જ ઊંચા ગયા છે. ખેતરોમાં પાણી ભરાયા હોવાથી શાકભાજીનું વાવેતર, બિયારણ તણાઈ ગયું છે. કેટલાક ની શાકભાજી કોહવાઈ ગઈ છે. શાકભાજીનો પાક બગડી જવાથી માલ તંગી ઉભી થતા શાકભાજી ના ભાવોમાં વધારો થતાં વેપારીઓ અને ખેડૂતો ચિંતીત બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં સતત ભારે વરસાદને કારણે ખેતરોમાં જઈ શકાતું નથી. શાકભાજી બગડી ગઈ છે.
રાજપીપળામાં શાકભાજીના ભાવોમાં ભારે ઉછાળો આવ્યો છે. રાતોરાત શાકભાજીના ભાવો વધી જતા ખાસ કરીને કિલો એ જ 40 થી 50 રૂપિયાનો ભાવ વધારાએ ગૃહિણીઓનું ના ભવા ઊંચા કરી દીધા છે. જેમાં સૌથી વધારે ભાવ તુવેર અને વટાના ભાવ વધ્યા છે તુવેર અને વટાણા અને કંટોલા ના ભાવ કિલોના 150થી 160 રૂપિયા તથા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.
રાજપીપળાના બજારમાં શાકભાજીના ભાવ વધી જતા લોકોની ખરીદશક્તિ ઘટી ગઈ હતી. કિલોના બદલે લોકો 250 થી 500 ગ્રામ જેટલી શાકભાજી ખરીદી કરતા થયા છે. ભીંડાના કિલો એ 60 થી 80 રૂ, ગવારસિંગ. 80 રૂ, ચોળી 80 રૂ, ટામેટા 80 રૂ, ફ્લાવર 80 રૂ, કોબીજ ના 60 રૂ, રીંગણ 60 રૂ, કારેલા 60 રૂ, ગવાર 80 રૂ, કિલોનો ભાવ થઈ ગયો છે.બીજી તરફ શાકભાજીના ભાવ વધતા લોકો હવે કઠોળનો ઉપયોગ કરતા થયા છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા