છોટાઉદેપુર ઉ.મા. શિક્ષક સંઘ ની સાધારણ સભા બોડેલી ખાતે યોજાઇ : 

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છોટાઉદેપુર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ ની સાધારણ સભા આજે શેઠ એચ.એચ શિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી ખાતે યોજવામાં આવી હતી જેમાં બોર્ડડના સદસ્ય મૃગેન્દ્રસિંહ સોલંકી ,રાજ્ય મહામંડળ ના પૂર્વ પ્રમુખ પંકજ પટેલ, હાલના પ્રમુખ ભરત દાઢી મહામંત્રી રમેશ ઠક્કર ,પૂર્વ મહામંત્રી વિનોદ પટેલ ખાસ ઉપસ્થિત રહી શિક્ષણ ના વર્તમાન પ્રવાહો થી ઉપસ્થિત શિક્ષક સમુદાયને વાકેફ કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ પ્રસંગે નવ નિયુક્ત આચાર્ય તથા વય મર્યાદા ને લઈ નિવૃત થતા શિક્ષકો ને શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રાસંગિક ઉદબોધન કરતા ભરત- ભાઇ દાઢી એ નવ નિયુક્ત આચાર્ય ને રાજ્ય મહામંડળ વતી અભિનંદન પાઠવી ઉજ્જવળ ભાવિ ની શુભકામના પાઠવી હતી. જ્યારે બોર્ડ સદસ્ય મૃગેન્દ્રસિંહ સોલંકી એ નવ નિયુક્ત આચાર્ય ને મૂળ ગોત્ર યાદ રાખવાની માર્મિક ટકોર કરી હતી. આજે પણ નિવૃત્તી માં પણ પ્રવૃત પંકજ પટેલે શિક્ષકો ને પહેલાં ફરજ પછી હક્ક કરવાની સોનેરી સલાહ આપી હતી. આ પ્રસંગે જેમનું સન્માન કરવામાં આવ્યું તેમાં 1. શાહિદ એ. શેખ કે જેઓ શ્રીઆદિવાસી માધ્ય. શાળા, ભેંસાવહી ખાતે સુપરવાઈઝર અને ઈન્ચાર્જ આચાર્ય તરીકે ની ફરજ-જવાબદારી અદા કરી હાલમાં શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે આચાર્ય તરીકે નિયુક્ત થયા છે. 2. તેજગઢ હાઈસ્કૂલ ના આચાર્ય સી.ટી. ડાંગી 3. ભાદરવા તા. સાવલી ના આચાર્ય વિરલ નાયક જ્યારે નિવૃત શિક્ષક 1. યજ્ઞેશ ત્રિવેદી અને 2. અનિરુદ્ધ જોષી નું સન્માન કરી નિવૃત્તિ માં પ્રવૃત રહી શિક્ષણ તથા સમાજ માટે કાર્યરત રહે તેવી અપેક્ષા સાથે દીર્ઘાયુષ્ય ની પ્રાર્થના કરી હતી. આજની સાધારણ સભા ના અધ્યક્ષ મુકેશ પટેલ અને મહામંત્રી ડી.એમ.ચૌધરી એ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સાધારણ સભા ને સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવી આભાર માન્યો હતો .
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTસેંટ આર્નોલ્ડ સ્કૂલ;ગોધરા ખાતે “પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત આચાર્યશ્રીઓનો “સન્માન અને અભિવાદન સમારોહ” યોજાયો

COMMENTS

Wordpress (0)
Disqus (0 )