બોડેલી તાલુકાના પાંધરા ગામે અંબામાતાની મૂર્તિની ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી
Spread the love
બોડેલી થી આશરે છ સાત કિલોમીટરના અંતરે આવેલ પાંધરા ગામ ખાતે આજથી પંદરેક વર્ષ પહેલા પાંધરા ગામની નાની બાળકી કલ્પનાબેન ગોપાલભાઈ બારીયા જેને સૌ ભક્તો ચકુબેન ના નામથી ઓળખે છૅ. જેને વર્ષો પહેલા માતાજી નો સંકેતીત પરચો થયો અને ભાસ થયો કે તેમના ખેતર મા બે લીમડાની ઝાડ ની વચ્ચે કંકુ નિકળે છે જયાં માતાજીનો વાસ છે.ત્યારે જે સ્થળ નું વર્ણન કરવામાં આવતાં ત્યાં ગ્રામજનો દ્વારા તપાસ કરતા ત્યાં ખરેખર કંકુ નીકળતું જોવા મળતા ત્યાં માતાજીની ત્યાં માતાજીની સ્થાપના કરવામાં આવી તેમજ ચકુબેન નાનપણથી જ માતાજીની સેવામાં લીન થઈ જતા ભક્તો આ માતાજીનાં તેમજ ચકુબેનના દર્શન કરવા આવે છે.ત્યારે આજરોજ આ સ્થળે વર્ષો બાદ મંદિરનું નિર્માણ થતા ત્યાં અંબામાતાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતા યજ્ઞ રાખવામાં આવેલ હતો.જેમાં નવ યુગલો યજ્ઞમા બેઠા હતાં તેમજ બ્રાહ્મણો દ્વારા મંત્રોચાર કરીને મહાપૂજા કરવામાં આવી હતી તેમજ વિવિધ મંદિરો ના પૂજારીઓ તેમજ જેતપુર પાવી ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા દર્શન કરવા પધાર્યા હતાં પ્રાણપ્રતિષ્ઠા બાદ મંદિરે ભવ્ય પ્રસાદીનો ભંડારો પણ રાખવામાં આવ્યો હતો.
CATEGORIES રોજીદા સમાચાર