વડોદરા શહેર ભાવસાર પરિવાર દ્વારા વડોદરા ખાતે ૨૪ મુ અપરિણીત યુવક – યુવતિઓનુ પરિચય સંમેલન યોજાયું
Spread the love
વડોદરા શહેર ભાવસાર પરિવાર દ્વારા આજે વડોદરાના માંજલપુર અતિથિગૃહ ખાતે ૨૪ મુ અપરિણીત યુવક – યુવતિઓનુ પરિચય સંમેલન યોજાયું હતું જેમાં સમગ્ર ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી ૪૨ યુવતિઓ અને ૧૬૦ યુવકોએ ઉપસ્થિત રહી ભાગ લઇ સંમેલન ને સફળ બનાવ્યુ હતુ.
સમસ્ત ભાવસાર સમાજ ના કુળદેવી માઁ હિંગળાજ તેમજ પૂજ્ય મોટા સમક્ષ દિપ પ્રાગટ્ય દ્વારા સંમેલનનો પ્રારંભ કરતા વડોદરા શહેર ભાવસાર સમાજના પ્રમુખ સુરેશભાઈ એચ. શાહે સંમેલન ના મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત વડોદરા ના ડીસ્ટ્રીક્ટ જજ યોગેશભાઇ ભાવસાર, કાન્હા ગ્રુપ વાળા દિલીપભાઇ ભાવસાર, પાદરાના જ્વેલર્સ ભરતભાઇ હરીલાલ ભાવસાર (USA) ,એબીબીકે ના ગુજરાત પ્રદેશ પ્રમુખ નવિનભાઇ ભાવસાર તેમજ વડોદરા શહેર ભાવસાર સમાજના હોદ્દેદારો ઉપપ્રમુખ દિલીપભાઈ ચંદુલાલ ભાવસાર જગદીશભાઈ હસમુખભાઈ ભાવસાર હીટર, બીપીનભાઈ કેશવલાલ છાયા વિગેરે સાથે સંમેલનને સફળ બનાવવા ઉપસ્થિત ગુજરાત સાથે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવેલા સમાજના યુવક-યુવતિઓ તથા વાલી ભાઈ બહેનો ને આવકારતા આવતા વર્ષે આ પરિચય સંમેલન ને 25 વર્ષ થતું હોય તેને સિલ્વર જ્યુબિલી વર્ષ તરીકે ઉજવવા મા આવનાર હોવાની જાહેરાત કરી ઉપસ્થિત યુવક યુવતીઓને તેઓને મનગમતા જીવનસાથી આજના સંમેલન દરમિયાન મળી રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.
આજના આ ૨૪ મા જીવનસાથી પસંદગી સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ યુવક યુવતીઓને તેમને યોગ્ય જીવનસાથી મળી રહે તેવા શુભાશિષ પાઠવી વડોદરા શહેર ભાવસાર સમાજ દ્વારા સતત ૨૪ વર્ષથી આવા કાર્યક્રમો યોજાતા રહે છે તે ખરેખર આવકારદાયક ગણાવી સમાજ ઉપયોગી કાર્ય માટે હોદ્દેદારો ને અભિનંદન પાઠવ્યા હતા.
સંમેલનમાં ઉપસ્થિત યુવક-યુવતીઓએ પણ સંમેલનના આયોજન ને આવકારી દર વર્ષે આવા કાર્યક્રમો થતા રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
પરેશ ભાવસાર : બોડેલી
CATEGORIES રોજીદા સમાચાર