સંખેડા તાલુકાના ગોલા ગામડી થી બહાદરપુર નો માર્ગ અકસ્માત ઝોન બન્યો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મયુર શેઠ દ્વારા…………બહાદરપુર(વડોદરા)

સંખેડા તાલુકાના ગોલા ગામડી થી બહાદરપુર નો માર્ગ અકસ્માત ઝોન બન્યો.ભયજનક વળાંક પર ચોમાસા દરમ્યાન ઉગેલા ઝાડી-ઝાંખરા ના કારણે સામેથી આવતા વાહનો ન દેખતા અકસ્માત નો ભય સતત વાહન ચાલકોને સતાવતો રહે છે.

છોટાઉદેપુર જિલ્લા ના તાલુકા મથકનું મુખ્ય ગામ સંખેડા ને જોડતો માર્ગ કે જે ડભોઇ થી બોડેલી જતા માર્ગ પર આવતું ગોલા ગામડી થી બહાદરપુર જવાના માર્ગ પર આવેલા ભયજનક વળાંકો ના કારણે વાહન ચાલકો માં સતત અકસ્માત નો ભય રહેલો જોવા મળી રહ્યો છે.તાલુકા મથક ને જોડતો આ માર્ગ ભયજનક વળાંકો ની સાથે સાથે ઓછી પહોળાઈ ના કારણે વારંવાર અકસ્માતો થતા રહે છે આ બાબતે વારંવાર રજુવાતો કરવા છતાં પણ પરિણામ મળતું ન હોવાના કારણે વાહન ચાલકો માં રોષ ની લાગણી જોવા મળી રહી છે.આ માર્ગ પર ભારે વાહનો ની અવરજવર પણ મોટા પ્રમાણ માં છે.રેતી ભરેલી-ખાલી ટ્રકો,એસ.ટી.બસો, પેસેન્જર વાહનો,માલની હેરાફેરી કરતા વાહનો ની અવર જવર ના કારણે અકસ્માતોનું પ્રમાણ આ વિસ્તારમાં વધી રહ્યું છે.
ગોલા ગામડી થી બહાદરપુર વચ્ચે આવેલો વડલા વાળો વળાંક 80 અંશ ના ખૂણા વાળો વળાંક છે ચોમાસા દરમ્યાન આ વળાંક પર ઝાડી-ઝાંખડા ઉંઘી નીકળવાના કારણે સામસામે આવતા વાહનો દેખાતા પણ નથી.રસ્તાની બંને બાજુઓની સાઇડો પર યોગ્ય પુરાણ ન હોવાના કારણે સામે થી આવતા વાહનોને જોઈને સામે વાળાએ ફરજિયાત વાહન ઉભું કરી દેવું પડે છે.ગામડી થી બહાદરપુર વચ્ચે બે શાળાઓ વડગામ પ્રાથમિક શાળા તેમજ શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ આવેલી છે આ બંને સ્કૂલો માં ગામડી તેમજ તેની આજુબાજુ ના 15 થી વધુ ગામોના 200થી વધુ બાળકો આ શાળાઓમાં શિક્ષણ મેળવવા માટે ચાલતા,સાઇકલ લઈ ને કે અન્ય કોઈ પ્રાઇવેટ કે પેસેન્જર વાહનોમાં અવરજવર કરે છે આ બાળકો ની સાથે સાથે તેઓના વાલીઓ પણ સતત ચિંતામાં રહે છે ભૂતકાળ માં આ માર્ગની બંને સાઇડો પર પુરાણ ન હોવાના કારણે એક એસ.ટી.બસ ને અકસ્માત પણ થયો હતો જેમાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘવાયા હતા જ્યારે 20 જેટલા બાળકોને નાનીમોટી ઇજાઓ થઈ હતી જેતે વખતે આ અકસ્માત પછી સ્થાનિક નેતાઓ દ્વારા રોડની સાઇડો નું પુરાણ માટે રજુવાતો પણ કરવામાં આવી હતી આ વાતને 10 વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પાણી વગર ના નેતાઓ આ બાબતે કશું જ કરી શક્યા નથી.
તાલુકાને જોડતો માર્ગ હોઈ આ માર્ગ ને પહોળો કરવામાં આવે તેમજ આ માર્ગ પર ઉગેલા ઝાડી- ઝાંખડા કાપવામાં આવે તેવી લાગણી અને માંગને તાલુકાના લોકો કરી રહ્યા છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )