સંખેડા તાલુકાની માલપુરગામે આવેલી દૂધ મંડળી નો વહીવટ કથડયો.પ્રમુખ/મંત્રી દ્વારા સમાચાર પત્રોમાં સમાચાર આવતા રાતોરાત સામાન્ય સભા બોલાવી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સંખેડા તાલુકાની માલપુરગામે આવેલી દૂધ મંડળી નો વહીવટ કથડયો.પ્રમુખ/મંત્રી દ્વારા સમાચાર પત્રોમાં સમાચાર આવતા રાતોરાત સામાન્ય સભા બોલાવી.પશુપાલકોને આ મિટિંગની જાણ ન થતા તું..તું..મેં…મેં .. ના દ્રશ્યો સર્જાયા.પશુપાલકોને ઓછું બોનસ ચૂકવાયું.પશુપાલકો માં રોષ.
સંખેડા તાલુકાના માલપુર ગામમાં આવેલી દૂધ મંડળી નો પાછલા કેટલા વર્ષો થી વહીવટ કથળી ગયો છે.આ કથળેલા વહીવટ ના કારણે 28 જેટલા પશુ પાલકોએ આ મંડળી ની જગ્યાએ અન્ય મંડળી માં દૂધ ભરવાનું પણ શરૂ કરી દીધું છે ભલે અન્ય ગામોમાં દૂધ ભરવા માટે ચાલીને જવું પડે પણ પોતાના હક ના નાણાં સુરક્ષિત રાખવા અને સમયસર નાણાં મળવાના ના કારણે પશુપાલકો તકલીફ વેઠીને પણ અન્ય ગામોમાં દૂધ ભરવા જઇ રહ્યા છે.આ માલપુર મંડળીનો વહીવટ મનસ્વી પણે પ્રમુખ અને મંત્રી ચલાવતા હોવાના કારણે 28 પશુપાલકોએ લેખિત માં જિલ્લા રજીસ્ટાર ને પણ કરાઈ હતી જેમાં સાધારણ સભા પણ ન બોલાવતા હોવાનું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.આ બાબતને સમાચાર અખબારોમાં પ્રસિદ્ધ થતા પ્રમુખ મંત્રી દ્વારા રાત્રે સાધારણ સભાનું બોર્ડ મૂકીને વહેલી સવારે સામાન્ય સભા બોલાવીને કામગીરી બોલાવી દિધી હતી જેમાં હું,બાવો,ને મંગડદાસ જેવી સ્થિતિ હતી આ સામાન્ય સભામાં પ્રમુખ મંત્રી તેમજ તેઓના કુટુંબી જનો થતા બેચાર લાગતા વળગતા ને બોલાવીને ઓન પેપર કાર્યવાહી પૂર્ણ કરી દેવાઈ હતી.આ સામાન્ય સભાની જાણ કેટલાક પશુપાલકોને થતા તેઓ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા.ત્યાં હાજર પ્રમુખ મંત્રી સાથે તું..તું..મેં..મેં ..પણ થઈ હતી.સત્તા ના નશામાં મદ પ્રમુખ મંત્રીએ પશુપાલકો ની કોઈ વાત સાંભળી ન હતી.
પશુપાલકોને ઓછું બોનસ ચૂકવાયું હોવાની રજુવાત ના પગલે સંખેડા તાલુકાના સુપરવાઈઝર સંજયભાઈ પટેલ સાથે ટેલિફોન દ્વારા જાણકારી મેળવતા તેઓ દ્વારા પણ આ બાબત ને સમર્થન આપવામાં આવ્યું હતું.તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓછું બોનસ ચૂકવ્યા ની ફરિયાદ મારી પાસે આવી હતી તેના અનુસંધાને હું એ લેખિત માં નોટિસ આપીને તેઓ નો લેખિત ખુલાસો કરવાની કાર્યવાહી તેઓ દ્વારા કરાઈ હોવાની જાણકારી આપી હતી.
આ બાબતે જિલ્લા રજિસ્ટ્રાર યોગ્ય તપાસ કરાવે તો ઘણું મોટું ભોપાળુ આ મંડળી માંથી નીકળે તેમ છે.આ બાબતે પશુપાલકોને ન્યાય મળે છે કે કેમ તે આવનાર દિવસો બતાવશે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )