રાજપીપળા કલરવ પ્રાથમિક શાળામાં નર્મદા જિલ્લા કક્ષાનો ૨૧ મુ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની 55 કૃતિ રજુ થઈ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ઉપર કૃતિઓ રજુ કરાઈ.

ધોરણ ૯ ના વિદ્યાર્થીઓને વાંચતા આવડતું નથી તો આઠમા ધોરણમાં થી આ વિદ્યાર્થીઓ પાસ થઈને નવમા ધોરણમાં કેવી રીતે આવ્યો હશે- ધારાસભ્ય પીડી વસાવા.

રાજપીપળા ખાતે કલર પ્રાથમિક શાળામાં નર્મદા જિલ્લાનો 21 મુ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું.

જી.સી.ઈ.આર.ટી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નર્મદા અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી નર્મદા તથા બીઆરસી ભવન નાંદોદ આયોજિત જિલ્લા કક્ષાના 21 માં વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન નું ઉદ્ઘાટન સાંસદ મનસુખભાઇ વસાવા, નાંદોદ તાલુકાના ધારાસભ્ય પીડી વસાવા જમનાબેન વસાવા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ તથા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિનામા ડાયેટ લેક્ક્ચરર રોબિન્સન ની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી ખુલ્લું મૂક્યું હતું.
આ પ્રદર્શનમાં પ્રાથમિક અને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓની 55 કૃતિઓ રજુ થઇ હતી. જેમાં ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય થીમ ઉપર કૃતિ રજૂ કરાઇ હતી. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા એ ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા કર્યો હતો.

ધારાસભ્ય પી.ડી. વસાવાએ પ્રાસંગિક પ્રવચનમાં નર્મદાના કંથડાયેલા શિક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું, કે ધોરણ ૯ ના વિદ્યાર્થીઓને વાંચતા આવડતું નથી તો આઠમા ધોરણમાં થી આ વિદ્યાર્થીઓ પાસ થઈને 9 ધોરણમાં કેવી રીતે આવ્યો હશે? તેમને બાળકોના શિક્ષણના સ્તરને ઉંચુ લાવવા અને શિક્ષણકાર્યને અસરકારક બનાવવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
તેમણે ભારતના વૈજ્ઞાનિકો એ ચંદ્રયાનને ચંદ્ર પર પહોંચાડવાની અનોખી સિદ્ધિ મેળવી છે, ત્યારે ભાવિ વૈજ્ઞાનિકો તૈયાર કરવા વિજ્ઞાન મેળાઓ ઉત્તમ મધ્યમ હોવાનું જણાવી દેશપ્રેમને જાગૃત કરવા અને ચારિત્ર અને શિસ્ત ના ગુણો બાળકોમાં ખેલવવા અને શિક્ષણ કાર્ય અસરકારક બનાવવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.નિર્ણાયક તરીકે વિજ્ઞાન લેખક દીપક જગતાપ, સંદીપ રાણા , કટારીયા , કે ડીભટ્ટ વગેરેસેવા આપી હતી

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )