બોડેલી ની પાટણા પ્રાથમિક શાળાના શિક્ષકે વિધ્યાથીઁઓ ને સરગવા નો છોડ ભેટ આપી પોતાના મિત્ર ના જન્મદિવસ ને યાદગાર બનાવ્યો
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ની પાટણા પ્રાથમિક શાળાના શિક્ષક યોગેન્દ્રભાઈ પટેલે આજે શાળામાં અભ્યાસમાં કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનોને માનવ જીવન મા સરગવા નું મહત્વ શું છે તે સમજાવતા સરગવામાં રહેલા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પલેક્સ પુષ્કળ માત્રામાં જોવા મળે છે. એક અભ્યાસ મુજબ તેમાં દૂધની તુલનામાં 4 ગણુ કેલ્શિયમ અને બે ગણુ પ્રોટીન જોવા મળે છે.
સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન, ફુલ, શીંગ, અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. સરગવો એ આપણા જીવન માટે ખુબ જ ઉપયોગી છે તેમ કહેતાં તેઓએ વધુમાં સરગવો ખાવાથી આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પ્રબળ બને છે અને રોગો સામે લડી તે વધુ સક્ષમ બને છે , સરગવો આંખનું તેજ વધારે છે, હાડકાંને મજબુત બનાવે છે.જાતજાતનાં બેક્ટેરીયલ અને વાઈરલ ઈન્ફેક્શન સામે એ રક્ષણ આપે છે . એટલે જ તો સરગવાને Tree of Heaven પણ કહેવામાં આવ્યું છે.તેમ કહી તેઓએ શાળાના વિદ્યાર્થીઓને એક એક સરગવા છોડ ભેટમાં આપી દરેક વિદ્યાર્થી છોડને તેમના ઘરના વાડામાં કે પછી ઘરની આસપાસ કોઇ પણ જગ્યાએ તેને રોપી તેને ઉછેરી મોટો કરી તેના પાન અને શીંગ નો ઉપયોગ કરવા જણાવી વિધ્યાથીઁઓ ને આજનાં સમયમાં વૃક્ષો ની તાતી જરૂરિયાત હોવાનું સમજાવી તેમના પરમ્ મિત્ર યશપાલસિંહ ગોવિંદસિંહ ઠાકોર ના જન્મદિવસ ને યાદગાર બનાવ્યો હતો. આજે આ પ્રસંગે શાળાના શિક્ષકમિત્રો સહિત ગામનાં અગ્રણીઓ સુનિલભાઈ મહેન્દ્ર ભાઈ બારીયા ગુલાબસિંહ મોતીસિંહ બારીયા તેમજ અમરસિંહ હસમુખભાઈ બારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.