બોર્ડની જાહેર પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર નર્મદા જિલ્લાના સરકારી અધિકારી-કર્મચારીઓ ના સંતાનો તેજસ્વી તારલાઓનોનુ સ્વાતંત્ર પરથી પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી માં કરશે જાહેર સન્માન.
સરકારી અધિકારી કર્મચારીઓને સ્વાસ્થ્ય વિષયક સગવડો મળી રહે તે માટે જિલ્લામાં તબક્કાવાર આરોગ્ય તપાસ કેમ્પનુ સુચારૂ આયોજન ઘડી કાઢવા જિલ્લા કલેકટર આઈ.કે.પટેલનો અનુરોધ.
જિલ્લા કલેકટર પટેલના અધ્યક્ષ પદે જિલ્લા કર્મચારી કલ્યાણ સમિતિની મળેલી બેઠક.નર્મદા જિલ્લા કલેકટર આઈ.કે.પટેલના અધ્યક્ષ પદે તાજેતરમાં રાજપીપળા કલેકટર કચેરી ખાતે જિલ્લા કર્મચારી કલ્યાણ સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં નર્મદા જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની આરોગ્ય તપાસ માટેની કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. અને તેના માટે જિલ્લાના સિવિલ સર્જનને જરૂરી સુચના સાથે જિલ્લામાં તબક્કાવાર આરોગ્ય તપાસ કેમનું સુઝાવ આયોજન ઘડી કાઢવાની સૂચના અપાય છે.
નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગીતાંજલિ દેવમણી, નાયબ માહિતી નિયામક ગાદીવાલા, જિલ્લા શિક્ષણ વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ગત વર્ષે માર્ચ એપ્રિલ-2019 મા બોર્ડની બેઠકમાં ધોરણ10 તેમજ ધોરણ 12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની લેવાયેલી જાહેર પરીક્ષાઓમાં જિલ્લામાં ૮૦ ટકા કે તેથી વધુ માર્કસ મેળવીને પ્રથમ-દ્વિતીય અને તૃતીય સ્થાને ઉત્તીર્ણ થનાર સરકારી અધિકારી-કર્મચારીઓના સંતાનોને તેજસ્વી તારલાઓનુ આગામી સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ધ્વજવંદન સમારોહ સમયે જિલ્લા પ્રશાસન તરફથી સન્માન કરી અભિવાદન કરાશે.જિલ્લામાં બોર્ડની જાહેર પરીક્ષાઓમાં ઉપર મુજબ શ્રેષ્ઠ દેખાવ કરનાર સંતાનોના વાલીઓએ માર્કશીટની નકલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, રાજપીપળામાં સત્વરે જમા કરાવવા જણાવ્યું છે.
ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ દ્વિતિય અને તૃતિય સ્થાન માટે અનુક્રમે રૂ.2000/- રૂ.1500/- રૂ.1000/ ના રોકડા પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર એનાયત કરી તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા