રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં મળસ્કે સવારે પાંચ વાગે કાચની પેટીમાં રાખવાના બાળકોના રૂમમાં ધડાકા સાથે એસી ફાટતા આગ લાગતા દોડધામ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નગરપાલિકાના ફાયર બ્રિગેડના ફાયરમેન આગને કાબૂમાં લઇ આગને બુઝાવી.
ઘટનાસ્થળે હોસ્પિટલના તબીબો, સ્ટાફ દોડી આવ્યા સદભાગ્ય રૂમમાં 6 બાળકો હોવાથી બાળકોને બચાવી લેવાયા જાનહાનિ ટળી.
શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ.
હોસ્પિટલમાં વખતો વખત મેન્ટેનન્સ થતું ન હોવાને કારણે આવી દુર્ઘટના ઘટી.
રાજપીપળા, તા.27
નર્મદા ના વડામથક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં મળસ્કે સવારે પાંચ વાગે કાચની પેટીમાં રાખવાના બાળકોના રૂમમાં અચાનક ધડાકા સાથે એસી ફાડતા આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.આ ઘટનાની જાણ થતા જ ફરજ પરના ડો.તળપદા સહિત તબીબો અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરમેન કનૈયાલાલ કહાર અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મહામહેનતે અગ્નિશામક બોટલ વડે ગેસ છોડીને આગને કાબુમાં લીધી હતી. સદભાગ્યે રૂમમાં 6 બાળકો હતા. આગ લાગતા તત્કાળ બાળકને બહાર કાઢી બચાવી લેવાયા હતા. તેથી જાનહાની ટળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં ત્રીજે માળે આવેલા નાના બાળકોને કાચની પેટીમાં સાચવવાના સ્પેશ્યલ રૂમમાં આગની ઘટના બની હતી. જેમાં એસી મૂકેલું હતું. આજે વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે અચાનક એસીમાં મોટો ધડાકો થયો હતો અને એસી ધડાકાભેર ફાટી ગયું હતું. મોટો અવાજ આવતા જ ફરજ પરનો સ્ટાફ બાળકોના રૂમમાં દોડી આવ્યો હતો અને આગ લાગતાં સ્ટાફ ગભરાઈ ગયો હતો, અને તાત્કાલિક હોસ્પિટલના સત્તાવાળાઓને જાણ કરતા તબીબ ડો. તળપદા અને તથા સ્ટાફ ઘટનાસ્થળે ત્રીજા માળે પહોંચી ગયા હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને તત્કાળ ફાયરમેન કનૈયાલાલ કહરા આવી જતા તેમની ટીમે આગને કાબુમાં લીધી હતી. સદનસીબે રૂમમાં બાળકોને બચાવી લેવાતા જાણહાની ટળી હતી. જો બાળકને બહાર કાઢ્યા ન હોત તો મોટી જાનહાની થવા સંભવ હતો, હોસ્પિટલમાં વખતોવખત મેન્ટેનન્સ થતું ન હોવાને કારણે આવી દુર્ઘટના ઘટી હતી જે ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )