કાશ્મીરમાં 40થી વધુ અલગતાવાદી નેતાઓ અને 1000થી વધુ પથ્થરબાજોની ધરપકડ કરાઇ: સુત્રો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કાશ્મીરમાં 40થી વધુ અલગતાવાદી નેતાઓ અને 1000થી વધુ પથ્થરબાજોની ધરપકડ કરાઇ: સુત્રો
સરકારી સૂત્રોથી જમ્મૂ કાશ્મીરની સ્થિતિ પર મહત્વપૂર્ણ જાણકારી મળી છે. 40 નેતાઓ અને 1000થી વધારે પથ્થરબાજોની ધરપકડ કરાઇ છે. ગત 24 દિવસોમાં જમ્મૂ કાશ્મીરના 2 પૂર્વ મુખ્યમંત્રીઓને ઘરમાં જ નજરબંધ કરાયા છે. તથા એમની પાસે પહોંચવા માટે એમના પરિવારના કોઇપણ સભ્ય અથવા કેન્દ્ર દ્વારા કોઇ પ્રયાસ નથી કરાયો.

ગત સપ્તાહના અંતમાં આઇબીના ડાયરેક્ટર અરવિન્દ કુમાર અને ઘણા અધિકારીઓ કાશ્મીરમાં હતા. અરવિન્દ કુમારે એજન્સીઓની ઘણી શાખાઓ સાથે અંતરિમ બેઠક કરી હતી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ (Ajit Doval) દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અનુસાર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. મહબૂબા મુફ્તી (Mehbooba Mufti)ની પુત્રી ઇલ્તિજા મુફ્તી, જેમણે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ને પત્ર લખ્યો હતો, તે પણ રાજ્ય છોડી ચુકી છે.

આ દરમિયાન લગભગ ચાર સપ્તાહ સુધી વિભિન્ન સ્થાનો પર 40થી વધારે મુખ્ય અને રાજ્યના નેતાઓની ધરપકડ કરાઇ છે. 6 લોકોની જમ્મૂમાં ધરપકડ કરાઇ હતી અને બાકીની ખીણમાં ધરપકડ કરાઇ છે. જમ્મૂમાં મોદી સરકારમાં મંત્રી જિતેન્દ્ર સિંહના ભાઇને પણ નજરબંધ કરાયા છે.

મહબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા સરકારના 70 વર્ષથી ઓછી ઉંમરના તમામ કેબિનેટ મંત્રી પણ પોતાના ઘરોમાં નજરબંધ છે. ઘણા રાજનેતાઓ સેન્ટોર હોટલમાં રોકાયા છે. કેટલાક નેતાઓના પરિવારજનો એમને મળવા માટે આવ્યા પંરતુ એમને તમામ જરૂરી કાગળ દેખાડ્યા બાદ જ મળવા દેવાયા. પરંતુ બંને પૂર્વ મુખ્યમંત્રીઓના પરિવારથી કોઇ મળવા ન આવ્યું.

ઉમર અબ્દુલ્લા હરિ નિવાસ પેલેસમાં છે અને મહબૂબા મુફ્તી ચશ્મે શાહીમાં છે. પરંતુ ચિંતાની વાત છે કે ભારત સરકાર પાસે કોઇ રોડમેપ નથી કે કેવી રીતે અને ક્યારે આ નેતાઓને મુક્ત કરવામાં આવશે અને તેમની નજરબંધી ખતમ થશે. કેન્દ્રે આ મુદ્દાને રાજ્ય પ્રશાસન પર નાંખી દીધો છે. ગ્રાઉન્ડ પર હાજર અધિકારીઓએ સ્પષ્ટ કહી દીધું છે કે આ નેતાઓની નજરબંધી ખતમ થવામાં લાંબો સમય છે.

વિપક્ષના નેતા મોહમ્મદ યુસુફ તારીગમીને પણ તેમના ઘરમાં નજરબંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 1000થી વધારે પથ્થરબાજોની ધરપકડ કરવામાં આવી છે. તેમાથી 150 લોકો વિરુદ્ધ નિવારક સુરક્ષા અધિનિયમ અને બાકી પર અલગ કાનૂન હેઠળ કેસ નોંધાયો છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )