સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નર્મદા પોલીસ દ્વારા એક સફળ મોકડ્રીલનું આયોજન
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વિશ્વભરમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ત્યારે નર્મદા પોલીસ આજે અહીંયા એક સફળ મોકડ્રીલનું આયોજન કરીને પોલીસ સ્ટેચ્યુ ઓફ યુનિટી અમે પ્રવાસીઓની સુરક્ષા કરવામાં સક્ષમ હોવાનું સાબિત કર્યું છે.
આજે જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ અને એ.એસ.પી અચલ ત્યાગીની આગેવાનીમાં આજે એક આતંકવાદી હુમલાનુ મોકડ્રિલ યુનિટ ખાતે કરાયું હતું.
તેમાં પોલીસે 3 હમલાખોરો ને ઠાર માર્યા હતા અને 1ને ઝડપી પાડયો હતો. મોકડ્રીલ દરમિયાન પોલીસની ટીમ ભાવના ઉજાગર થઇ હતી.
નર્મદા પોલીસની સાથે એસઆરપી જવાનો અને ચેતક કમાન્ડો પણ જોડાયા હતા. એકંદરે ટીમ ભાવનાથી આવા હુમલાઓને ખાળી શકાય તેવું પોલીસે આજે સાબિત કર્યું હતું.
આ મોકડ્રીલ માં ડી.વાય.એસ.પી રાજેશ પરમાર, એસ. જે. મોદી, ચેતનાબેન ચૌધરી, ટાઉનપી.આઇ આર.એન. રાઠવા, એસ.ઓ.જી પીઆઇ દિપક કુમાવત, એલ.સી.બી પી.એસ.આઇ સી.એમ. ગામીત સહિત નર્મદા પોલીસના અધિકારીઓ અને જવાનો જોડાયા હતા
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા