નર્મદા જિલ્લાની અલમાવાડી શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થી વિવેકભાઇ વસાવાનુંશિક્ષક દિને ગાંધીનગર ખાતે ગુજરાતના રાજયપાલ મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે થયુ સન્માન
સમગ્ર ગુજરાતના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાં ટોપ-૧૦ વિદ્યાર્થીઓ પૈકી ૧૦-મું સ્થાન પ્રાપ્ત કરી નર્મદા જિલ્લાનું ગૌરવ વધારનાર આદિવાસી અંતરિયાળ દેડીયાપાડા તાલુકાના અલમાવાડી ગામની શાળાના વિદ્યાર્થી વિવેકભાઇ દશરીયાભાઇ વસાવાનુ ૫મી સપ્ટેમ્બરે શિક્ષક દિને ગાંધીનગર ખાતે ગુજરાતના રાજયપાલ – મુખ્યમંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ રાજયકક્ષાના સમારોહમાં વિવેકભાઇ વસાવાનું સન્માન કરાયુ હતું . જે અંગે નર્મદા જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી વિદ્યાર્થી વિવેકભાઇ વસાવા સહિત અલમાવાડી શાળા પરિવારને અભિનંદન પાઠવાયાં હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે તા. ૫ મી સપ્ટેમ્બરે કરાતી શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત ગાંધીનગરની સમગ્ર શિક્ષા અભિયાન કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ ત શિક્ષક દિનના દિવસે પ્રતિભાશાળી વિદ્યાર્થી કે જેઓ ગત વર્ષે ધો-૫ થી ૭ માં અભ્યાસ કરતાં હતાં અને હાલમાં ધો-૬ થી ૮ માં અભ્યાસ કરે છે, જે પૈકી ગત વર્ષની સત્રાંત અને વાર્ષિક પરીક્ષામાં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન-પર્યાવરણ વિષયમાં ૭૫ ટકા કે તેથી વધુ માર્કસ મેળવેલ છે તેવા સમગ્ર ગુજરાતના ૩૦૮૭૩ વિદ્યાર્થીઓ નોંધાયા છે. તે પૈકી નર્મદા જિલ્લાના ૨૨૪ વિદ્યાર્થીઓએ આ સિધ્ધિ હાંસલ કરેલ છે. અને આ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાં ૧ થી ૧૦ માં ક્રમમાં આવેલ સમગ્ર ગુજરાતના દસ બાળકો પૈકી અલમાવાડી શાળાના વિવેકભાઇ વસાવા રાજયના ટોપ-૧૦ વિદ્યાર્થીઓ પૈકી દસમાં સ્થાને આવી નર્મદા જિલ્લાનું નામ રોશન કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું તેમ નર્મદાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ. નિનામાએ જણાવાયું હતું
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા