રાજપીપળા ખાતે શિક્ષક દિનની થયેલ ગૌરવભેર ઉજવણી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ આર.સી.પટેલની ઉપસ્થિતિમાં શિક્ષક દિન ઉજવયો

નર્મદા જિલ્લાના અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરાશે તથા નિવૃત્ત સારસ્વતો નુ પણ કરાયું સન્માન

તાલુકા કક્ષાના 6 અને જિલ્લાના 3 શ્રેષ્ઠ શિક્ષકો મળે કુલ નવ શિક્ષકોને તાલુકા અને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા.
આજે પ મી સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલમાં ગૌરવભેર ઉજવાઇ હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી. પટેલ તેમજ મહેશ વસાવા, જિલ્લા કલેકટર આઈ કે પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડો.જીન્સ વિલિયમ, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ દામાભાઈ વસાવા. નગરપાલિકાના પ્રમુખ જીગીશાબેન ભટ્ટ અને જિલ્લા પંચાયતની શિષણ સમિતિના ચેરમેન અમનાબેન વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય આર.સી.પટેલ દ્વારા 2019 ના શૈક્ષણિક વર્ષ ના જીલ્લા તાલુકા ના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરી તેમનું શાલ ઓઢાડી સન્માન પત્ર એનાયત કરી તેમનું સન્માન કરાયું હતું એ ઉપરાંત ગત વર્ષે નિવૃત્ત થયેલા જિલ્લાના પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક વિભાગના સારસ્વતઓને શુભેચ્છા-સહ સન્માનવામાં આવ્યા હતા. કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારી ડોક.ડી.એન.પટેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એમ.નીનામા દ્વારા કરાયું હતું..
આ પ્રસંગે નર્મદા જિલ્લામાં પ્રાથમિક વિભાગમાં કામગીરી કરતા શ્રેષ્ઠ શિક્ષકોને તાલુકા કક્ષાના 6 અને જિલ્લા કક્ષાના 3 શ્રેષ્ઠ શિક્ષકો મળી કુલ 9 શિક્ષકોને તાલુકા અને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં તાલુકા કક્ષાના એવોર્ડ મેળવનાર 6 શિક્ષકો મા રુચિ આર. ત્રિવેદી (પ્રા.શાળા હજરપૂરા તાં. નાંદોદ ) હિંમતભાઇ દિયોરા (પ્રા.શાળા ગાગર તા.નાંદોદ )દિનેશભાઈ ગાયકવાડ (પ્રા.શાળા ગોડપાડા તા સાગબારા) ખોડજી ઠાકોર( પ્રા.શાળા ભોયઆમલી તા.સાગબારા) વાલમભાઈ બારીયા (પ્રા.શાળા વઘેલી, તા.તિલકવાડા )વિરેન્દ્રભાઈ કટારીયા (પ્રા.શાળા રામપુરી, તા. તિલકવાડા ) શિક્ષકોનો સમાવેશ થાય છે.
જ્યારે જિલ્લા શાળા એવોર્ડ મેળવનાર 3 શિક્ષકો માં મયંક એસ ભટ્ટ (પ્રા.શાળા, લાછરસ્ તા.નાંદોદ )મહેન્દ્રભાઈ પટેલ (પ્રા.શાળા, નાનાઝૂંડા, તા.નાંદોદ ) અને નિમિષાબેન વસાવા (શાળા નંબર 4 રાજપીપળા તા નાંદોદ )નો સમાવેશ કરાયો છે. તેમને શિક્ષકદિને પ્રસિદ્ધ પત્ર અને રોકડ રકમ આપી શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )