છોટાઉદેપુર માં રખડતા ઢોરો નો અસહ્ય ત્રાસ : પાલિકા મૂકપ્રેક્ષક
છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગર પાલિકા છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ઢોરો એ કબ્જો જમાવતા સામાન્ય નાગરિકો માટે દયનિય સ્થિતિ સર્જાઈ રહી છે. જિલ્લાનું વડું મથક હોવાથી રોજ બરોજ નગરમાં હજારો પ્રજાજનો દુરદુર ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોય છે. પરંતુ નગરના માણેક ચોક થી પેટ્રોલ પમ્પ ચોકડી સુધી ના મુખ્ય માર્ગ ઉપર રખડતા પાલક પશુઓ ના કારણે હમેશા ટ્રાફિક જામ જેવી સ્થિતિ જણાય છે. જયારે કેટલીકવાર તો આ રખડતા પશુઓ બાઈક સવારો ને અડફેટે લેતા હોય છે. નગરનો આ મુખ્ય માર્ગ હોઈ નજીક માંજ બસ ડેપો અને કન્યા વિદ્યાલય હોઈ આવા રખડતા પશુઓને કારણે ટ્રાફિક ની સમસ્યા ગંભીર બની જાય છે. આવા રખડતા પશુઓ માટે કોઈ જ કાયદા હોતા નથી જયારે મન ફાવે દોડે છે અને રસ્તે ચાલતા વટેમાર્ગુઓ માટે મુશ્કેલી ઉભી કરતા હોય છે. જિલ્લાની એકમાત્ર નગર પાલિકા ને આ વિષય બાબતે મૂકપ્રેક્ષક બની રહી છે. છોટાઉદેપુર નગર રજવાડી સમયનું નગર છે રાજાશાહી વખતે પણ અહીં આવા પશુઓ માટે ઢોર ડબ્બા ની સુવિધા હતી જ, પરંતુ નગર પાલિકા ના શાશકો ને એ બિન જરૂરી લાગતા નગરના તમામ ઢોર ડબ્બા નષ્ટ કરી નાખવામાં આવ્યા હતા , કામતો કાળજી ના અભાવે ખંડેર હાલતમાં જણાય છે. એટલે જ આવા રખડતા પશુ ઓના માલિકો નિર્ભીક થઇ પોતાના પશુઓ રસ્તા પર રખડતા મૂકી દે છે. તેઓ જાણે જ છે કે નગર પાલિકા પાસે રખડતા ઢોર પકડવા માટે કોઈ ટિમ કે વ્યવસ્થા જ નથી અને કોઈ પણ જાતના દંડ ની જોગવાઈ જ નથી। … જિલ્લાના વહીવટી તંત્ર ને પણ આ બાબત ની કોઈ ચિંતા હોય તેમ જણાતું નથી. કે કદાચ આવનારા ભવિષ્ય માં મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે. ..
અજય જાની . છોટાઉદેપુર