છોટાઉદેપુર નગરમાં 50 લઘુમતી કોમની મહિલાઓ ભાજપ માં જોડાયા
Spread the love
છોટાઉદેપુર નગરમાં આજ રોજ ભાજપ જિલ્લા કાર્યાલય ઉપર મોટી સંખ્યામાં લઘુમતી કોમની મહિલાઓ સાંસદ ગીતાબેન રાઠવાની હાજરીમાં ભગવો ધારણ કરી ભાજપમાં જોડાયા હતા , સાથે 10- 15 કોંગ્રેસ યુવા મોરચાના લઘુમતી કાર્યકરો પણ ભાજપ માં જોડાયા હતા હાલમાં ભારતીય જનતા પાર્ટી માં સંગઠન પર્વ ચાલી રહ્યું હોઈ સમગ્ર જિલ્લામાં ના દરેક ગામો માંથી મોટી સંખ્યામાં સદસ્યો નોંધણી ઝુમ્બેશ ચાલી રહી છે નગર ના જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આટલી મોટી સંખ્યામાં લઘુમતી કોમની મહિલાઓ જોડાતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ રાઠવા , મહામંત્રી મુકેશભાઈ પટેલ તેમજ સંગઠન પર્વ ના અલ્પાબેન શાહ હાજર રહ્યા હતા …
અજય જાની .છોટાઉદેપુર
CATEGORIES રોજીદા સમાચાર