એલ.સી.બી નર્મદા પોલીસનો સપાટો મહુડીપાડા ગામ પાસે નાકાબંધી કરી મોટરસાયકલ પર દારૂની હેરાફેરી મુદ્દામાલ સાથે ઝડપાઈ
મીણીયા કોથળીમાં ઇંગ્લિશ દારૂના કવાટીયા નંગ-307 કિં રૂ. 30,700 /- તથા મોટરસાયકલ મળી કુલ રૂ. 50,700 નો મુદ્દામાલ કબજે કરતી પોલીસ
રાજપીપળા, તા.6
નર્મદા જિલ્લામાંથી દારૂના દુષણને ડામવા માટે જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના કડક નિર્ણયના પગલે ઇચા. પોલીસ અધિક્ષક રાજેશ પરમારના માર્ગદર્શન અને સૂચના હેઠળ સી.એમ. ગામીત પો.સ.ઈ એલ.સી.બી.નાઓ તથા તેમના સ્ટાફ મારફતે આમલેથા પો.સ્ટે વિસ્તારમાં નાકાબંધી તેમજ વોચમાં હતા. ત્યારે મળેલી ચોક્કસ બાતમીને આધારે મહુડીપાડા ગામ પાસે નાકાબંધી દરમિયાન હીરો સીબીજેડ એસ્ટ્રિમ મોટરસાયકલ નંબર જીજે 22 બી -3288 નાનો ચાલક તથા તેની પાછળ બેઠેલ પોલીસની નાકાબંધી જોઈ મોટરસાયકલ મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે મોટરસાયકલ પાસે જઈ તપાસ કરતાં મીણીયા કોથળા ઇંગ્લિશ દારૂ ના કવાટરીયા નંગ- 307 કિં. રૂ. 30,700 તથા મોટર સાયકલ કિ.રૂ. 2000 મળી કુલ.રૂ 50,700/- ના મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ: .જ્યોતિ જગતાપ, રાજપીપળા