રાજપીપળા રાજનગર રો હાઉસ સોસાયટીના બે કર્મચારીઓ નું રહીશોએ કર્યું અનોખું સન્માન
ધનજીભાઈ રોહિતને સોસાયટીના રહીશોએ પોલિસ હેડક્વાર્ટર પહોંચી સન્માન કરી વાજતે ગાજતે વરઘોડો કાઢીને સોસાયટીમાં લાવી બહુમાન કરી અનોખી વિદાય આપી.
રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ વિજેતા કલમ વસાવા અને ૫૮ વર્ષે નિવૃત થયેલા પોલીસ કોન્સ્ટેબલ ધનજીભાઈ રોહિત બંને નો વરઘોડો બહુમાન કર્યું.
રાજપીપળા,તા.6
રાજપીપળા રાજનગર રો હાઉસ સોસાયટીના બે કર્મચારીઓનું રહીશોએ કહ્યું અનોખી રીતે સન્માન કર્યું હતું. જેમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેના અવોર્ડ વિજેતા થયેલા કલમ વસાવા અને ૫૮ વર્ષે નિવૃત થયેલા પોલીસ કોન્સ્ટેબલ ધનજીભાઈ રોહિત બંને નો વરઘોડો કાઢીને બહુમાન કર્યું હતું.
જેમાં 5 મી સપ્ટેમ્બરે શિક્ષક દિને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ નર્મદા જિલ્લામાંથી સી.આર.સી કો-ઓર્ડીનેટર તરીકે નર્મદાના પ્રા. શાળા ભુછાડ ખાતે ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષક કલમભાઇ રેવલભાઇ વસાવાની રાજ્યની શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આપતા કલમ વસાવાને ગાંધીનગર ખાતે રાજ્યપાલના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. જેઓ રાજપીપળા રાજનગર રો હાઉસ સોસાયટીના રહીશ હોવાથી સોસાયટીના રહીશો માટે ગૌરવની લાગણી અનુભવતા કલમભાઈનું રહીશોએ વરઘોડો કાઢીને વાજતે ગાજતે તેમનું અનોખું સન્માન કર્યું હતું.
જ્યારે રાજપીપળા ખાતે આવેલ રાજનગર રો હાઉસ સોસાયટી ના બીજા કર્મચારી પોલીસ કોન્સ્ટેબલ ધનજીભાઈ રોહિત ૫૮ વર્ષે નિવૃત થયા. તેમને રહીશોએ અનોખી રીતે સન્માન કર્યું હતું. આખી જિંદગી કાયદો અને વ્યવસ્થા અને ફરજ બજાવવામાં ખડે પડે પગે 24 કલાક ની સેવા આપતા પોલીસ કોન્સ્ટેબલ ધનજીભાઈ રોહિત નિવૃત્ત થતા સોસાયટીના રહીશોએ તેમને અનોખી રીતે વિદાય આપી હતી. અને સોસાયટીના તમામ રહીશોએ પોલિસ હેડ ક્વાર્ટર પહોંચી સન્માન કરીને વાજતે ગાજતે કારમાં વરઘોડો કાઢીને સોસાયટીમાં લાવી પુષ્પહાર પહેરાવી તેમનું બહુમાન કરી અનોખી વિદાય આપી હતી. જેમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષક કલમભાઈ વસાવા સહિત સોસાયટીના તમામ રહીશોને આ વરઘોડામાં જોડાયા અને એકતા ની ભાવના પડી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા