નર્મદા જિલ્લામાં ફોટાવાળી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રિ-રીવીઝનની હાથ ધરાયેલી કામગીરી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

તા. ૧૫ મી ઓકટોબર થી તા. ૩૦ મી નવેમ્બર સુધી હક્કદાવા-વાંધા અરજીઓ રજુ કરી શકાશે

જિલ્લાના તમામ મતદાન કેન્દ્રો ખાતે તા. ૨,૩,૯ અને ૧૦ મી નવેમ્બરે ખાસ ઝુંબેશ

જિલ્લા ચૂંટણી અધિકારીઅને જિલ્લા કલેકટર આઇ.કે.પટેલના અધ્યક્ષપદે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે યોજાયેલી બેઠક

ભારતના ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શન મુજબ તા. ૧/૧/૨૦૨૦ ની લાયકાતના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રિ-રીવીઝન એકટીવીટી તા. ૧/૮/૨૦૧૯ થી તા. ૩૧/૮/૨૦૧૯ દરમિયાન Electors Verification Programme (EVP) અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીઅને જિલ્લા કલેકટર આઇ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં હાથ ધરાયેલી વિવિધ કામગીરી સંદર્ભે તાજેતરમાં જિલ્લા કલેકટર આઇ.કે.પટેલના અધ્યક્ષપદે રાજપીપલા કલેકટરાલય ખાતે માન્ય વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો તેમજ મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં પટેલે સદરહુ કામગીરી સંદર્ભે જરૂરી જાણકારી અને માર્ગદર્શન પુરૂં પાડયુ હતું.
તદ્અનુસાર તા. ૧ લી ઓગષ્ટથી તા. ૩૧ મી ઓગષ્ટ, ૨૦૧૯ સુધી મતદાર યાદીના સુધારો કરવા તથા ક્ષતિઓ દુર કરવા ઉપરાંત મતદારના ફોટાની ગુણવત્તાની ચકાસણીની કામગીરી હાથ ધરાઇ છે. તા. ૧/૯/૨૦૧૯ થી તા. ૩૦/૯/૨૦૧૯ દરમિયાન જિલ્લાના તમામ મતદાન કેન્દ્રો ખાતે BLO દ્વારા મતદારોના ઘરોની મુલાકાત લઇ વણનોંધાયેલાં, મરણ પામેલા, સ્થળાંતરીત મતદારોની માહિતી, વિગતો એકત્ર કરવાની કામગીરી કરાશે.
તદ્અનુસાર તા.૧/૧/૨૦૨૦ ની લાયકાતની તારીખના સંદર્ભમાં રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લામાં ફોટોવાળી મતદારયાદીના હાથ ધરાયેલા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે તા.૧/૧/૨૦૨૦ રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવા મતદારો તા. ૩૦ મી નવેમ્બર, ૨૦૧૯ સુધી પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકાશે. આ ઉપરાંત મતદાર યાદીમાં સુધારા-વધારા, નામ કમી કરવા, એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ફેર બદલ કરવા જેવી કામગીરી સાથે મતદારોની યાદી તૈયાર કરાશે. આ કાર્યક્રમ દરમિયાન તા.૨/૧૧/૨૦૧૯, (શનિવાર) તા.૩/૧૧/૨૦૧૯, (રવિવાર) અને તા.૯/૧૧/૨૦૧૯ (શનિવાર) તા. ૧૦/૧૧/૨૦૧૯ (રવિવાર) ના રોજ ખાસ ઝુંબેશના ભાગરૂપે શહેર-જિલ્લાના સંબંધિત તમામ મતદાન મથકો ખાતે સવારના 10 થી સાંજના પ વાગ્યા સુધી બીએલઓ દ્વારા હક્ક-દાવા-વાંધાઓ સ્વીકારવામાં આવશે. તેમજ મતદાન મથકે જઇ મતદાર પોતાનું તથા કુટુંબીજનોના નામ, ફોટો સહિતની વિગતો ચકાસી શકશે. મતદાર યાદી સુધારણાને લગતી ઓનલાઇન અરજી www.ceo.gujarat.gov.in વેબસાઇટ મારફતે કરી શકાય છે અથવા તો મતદારયાદી સંબંધી માહિતી જાણવા હેલ્પ લાઇન નંબર ૧૯૫૦ અથવા મોબાઇલ નંબર-૮૫૧૧૧૯૯૮૯૯ ઉપર EPIK આપનો ચૂંટણી કાર્ડ નંબર ટાઇપ કરી SMS કરીને પણ જાણી શકાય છે.
તા.૨૫ મી ડીસેમ્બર, ૨૦૧૯ સુધીમાં ડેટા એન્ટ્રી, ફોટો મર્જીંગ, સ્કેનીંગ તથા ચેકલીસ્ટ ચકાસણી-સહ-હક્ક-દાવા અને વાંધાઓનો નિકાલ કરવામાં આવશે અને ફોટો મર્જીંગ તથા કંટ્રોલ ટેબલ અદ્યતન કરવા અને પુરવણી યાદી તૈયાર કરી છાપકામ કરવામાં આવશે અને તા. ૧ થી જાન્યુઆરી, ૨૦૨૦ થી તા. ૧૫/૧/૨૦૨૦ સુધીમાં ચૂંટણીપંચ દ્વારા નિયત થયા અનુસાર ફોટોવાળી મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે, જેની રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લાના નાગરિકોએ નોંધ લઇ ઉક્ત કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર, રાજપીપલા-નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )