આનંદપુરા ની ધી શારદા હાઈસ્કૂલ માં સ્વતંત્રતા દિવસ ની રંગે ચંગે ઉજવણી
*આનંદપુરા ની ધી શારદા હાઈસ્કૂલ માં સ્વતંત્રતા દિવસ ની રંગે ચંગે ઉજવણી*
રાષ્ટ્ર ના 73 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી આનંદપુરા ની ધી શારદા હાઈસ્કૂલ માં કરવામાં આવી હતી.આ ઉજવણી ના ભાગરૂપે શાળા માં તા.5/8/2019 થી વિવિધ સ્પર્ધા ઓ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, કવીઝ સ્પર્ધા અને દેશભક્તિ ગીત સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સપ્તાહ દરમ્યાન રાષ્ટ્રીય કૃમિ નાશક દિને બાળકો ને કૃમિ ની ગોળી ઓ આપવામાં આવી હતી.તા.14/8/19 ના રોજ શાળા ના 73 મા સ્થાપના દિવસે શાળા ના આદ્યસ્થાપકો નું પૂજન તેઓ ના પરિવાર જનો તથા કેળવણી મંડળ ના હોદ્દેદારો ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. તે જ દિવસે ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ નું પર્વ રક્ષા બંધન ની ઉજવણી બાળકો દ્વારા કરવામાં આવી હતી. તા 15/8/19 ના રોજ 73 મા સ્વાતંત્ર્ય દિવસે વલ્લભ નર્સિંગ હોમ, વડોદરા ના ડો.ધવલભાઈ શેઠ ના અધ્યક્ષ સ્થાને અને તેમના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળા ના બાળકો , આચાર્યશ્રી તથા શિક્ષકો સાથે મહેમાનો એ ગામ માં પ્રભાત ફેરી કરી હતી. આ પ્રસંગે વૈષ્ણવ યુવા સંગઠન, વડોદરા ના રીતેશભાઈ શાહ તથા કસુંબિયા ના વતની શ્રી ભુપેન્દ્રભાઈ અંબાલાલભાઈ પટેલ(ભોલાભાઈ) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા.આનંદપુરા કેળવણી મંડળ ના હોદ્દેદારો તથા આનંદપુરા ના ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો. મુખ્ય મહેમાન શ્રી ડો.ધવલભાઈ શેઠ તરફ થી શાળા ને સૌઉન્ડ સિસ્ટમ ની ભેટ આપવામાં આવી હતી. આનંદપુરા ના વતની હાલ USA એવા શ્રી હર્ષદભાઈ પરાગભાઈ પટેલ તરફથી SSC બોર્ડ પરીક્ષા માર્ચ 2019 માં પ્રથમ ક્રમ ના બાળક ને ₹ 2500 તથા બીજા અને ત્રીજા ક્રમ ના બાળકો ને ₹2000 રોકડ ઇનામ આપવા માં આવ્યું હતું. આનંદપુરા ના વતની હાલ USA એવા શ્રી મહેન્દ્રભાઈ હરજીભાઈ પટેલ તરફ થી માર્ચ 2019 ની એસ.એસ સી બોર્ડ પરીક્ષા માં શાળા ના સુંદર પરિણામ બદલ શાળા ના તમામ કર્મચારીઓ ને વ્યક્તિગત ₹ 1000 નું રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર શાળા પરિવાર ના ઉત્સાહ પૂર્ણ કર્યો દ્વારા તમામ કાર્યક્રમ સફળ રહ્યા હતા.