વિકાસ કે પછી વિનાશ ? વડોદરાના સિંધુ સાગર તળાવ માં થયેલ ભ્રષ્ટાચાર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વિકાસ ની મસ મોટી વાતો અવાર નવાર પ્રત્યેક નેતાઓ ના ભાષણો માં આપણે સંભાળવા મળે છે તથા મોટા પ્રમાણો માં આનો પ્રચાર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર મસ મોટા બેનર, પોસ્ટર અને ટીવી ચેનલો માં જાહેરાત માટે કરોડો રૂપિયા ખર્ચી નાખતા વિચાર સુદ્ધાં નથી કરતી.
આજના યુગ માં પ્રત્યેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક મીડિયા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ છે. અને આવી જાહેરાતો ને જ્યારે જુવે છે કે સાંભળે છે તો એક પ્રશ્ન તેઓના મન માં તરત ઉપજે છે કે ખરેખર ભારત વિકાસ કરી રહ્યો છે ? અને આશા રાખે છે કે તેના રાજ્ય માં, તેના શહેર કે ગામ અને તેના વિસ્તાર નો વારો પણ જલદી થી આવશે અને વિકાસ થશે.
આવી આશા ઉપજાવનાર જાહેરાતો કરનાર અને જાહેર સભાઓ માં મોટા ભાષણો કરનાર નેતાઓ એક ક્ષણ માટે પણ વિચાર નથી કરતા કે વાયદા એ જ કરો જે પુર કરી શકો.

મારા આ કટાક્ષ ને પુરવાર કરવા માટે અસંખ્ય ઉદાહરણો છે જેમકે સર્વ પ્રથમ હાલ ના વડા પ્રધાન નો પ્રથમ વાયદો કે કાળુ નાણું વિદેશો માથી લાવી દરેક ભારતીય ના ખાતા માં ૧૫-૧૫ લાખ રૂપિયા આપીશ. કાળુ નાણું તો ના આવ્યું પણ જે તેઓની પાસે હતું તે પણ નોટબંધી માં સરકારે છીનવી લીધું.
બીજું વેપાર ઉદ્યોગ રોજગારી ને પ્રોત્સાહન આપવા માટે સરકાર હમેશા તૈયાર રહેશે અને મોંઘવારી ઘટાડી ગરીબો અને મધ્યમ પરિવારો ને મદદરૂપ થશે. આનાથી ઉલટું વેપાર ઉદ્યોગ ને GST થકી નેસ્તો નાબૂદ કરવા માટે અને વેપારી જાણે કે વેપાર નહિ પણ માત્ર ચોરી કરતો હોય તેવું વર્તન કરવા માટે ની છુટ્ટી દોર અધિકારીઓ ને આપી ને માનસિક, અને આર્થિક નુકસાન પહોચાડવા માં ક્યાંય કસર નથી રાખવા માં આવી. રોજગાર આપવા માં તદન નિષ્ફળ રહેલ સરકાર ઉપર થી બેરોજગારી માં દિવસે ને દિવસે વિકાસ કરી રહેલ છે જે હાલના અહેવાલો દિન પ્રતિ દિન ક્યાં ને ક્યાંક નાના સમાચારો માં વાચવા માં આવતા હોય છે. મોંઘવારી ? એમાં તો જાણે ભરપૂર વિકાસ થયો છે તેમાં કોઈ પ્રશ્ન નથી…

વીજળી, વેરો, અને અન્ય કરો માં ઘટાડો કરી શું જેવા ફોગટ વાયદાઓ સામે ઉલ્ટાનું નવા નવા કાયદો જનતા ના માથે થોપી રોડ ટેક્સ, વેરા, અને વીજળી ના યુનિટ દીઠ અવાર નવાર વધારો પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ માં વધારો કરી ને સરકાર જાણે કે પ્રજાને રહેંસી નાખવા માટે બની ન હોય ? બેકારી ને હાલની ભારતની આર્થિક મંદી થી પ્રજાને અંધારા માં રાખી હાલની સરકાર માત્ર પ્રતેક દિવસે નવો વિવાદિત મુદ્દો લાવવા માં જાણે કે મહારત હસિલ કરેલ છે તેવું લાગી રહ્યું છે.
હવે પ્રશ્ન કે વિકાસ થયો છે કે નહિ ? અમારા વિસ્તાર ની વાત કરીએ તો છેલ્લા ૨૦ વર્ષ માં વારસીયા વિસ્તાર મા કેટલા વિકાસલક્ષી કર્યો થયા ? કેટલા રોડ રસ્તા બન્યા ? ક્યાં નવી પાણી ની પાઇપ લાઈન નાખવા માં આવી ? ક્યાં વરસાદી કાંસ નું કામ યોગ્ય રીતે થયું ? ક્યાં આરોગ્ય લક્ષી કંઇક વિકાસ થયું ? આવા પ્રશ્નો જ્યારે આપને પૂછવા માં આવે તો નવાઈ નહિ કે અહીંના લોકો માં માત્ર હતાશા અને નિરાશા દેખા દેશે અને કંઇક જવાબ નહિ મળે. આવીજ એક યોજના જેમાં કરોડો રૂપિયાનું ભ્રસ્ટાચાર ખુલી નજરે દેખાઈ રહ્યું હોવા છતાં તેને સાબિત કરવું અઘરું છે સિંધુ સાગર તળાવ ના બ્યુટી ફિકેશન ની કામગીરી પાછળ આશરે ૬-૭ કરોડ રૂપિયા ખર્ચાયા છે તેવું જાણવા મળતા માત્ર એક વર્ષ માં આવડા મોટા પ્રમાણ માં થયેલ ખર્ચનો ઉઘાડો સિંધુ સાગર ની મુલાકાત લેતા દેખાઈ પડે છે. દિવાલો તુટી ગયેલ છે. તળાવ ને ઊંડું કરવાનું કામ કરવા માં આવેલ નથી. હલકી ગુણવત્તા વાળા પેવર બ્લોક અને નિમ્ન કક્ષા ની કામગીરી થી નજીક ના ભૂતકાળ માં બનાવેલ તળાવ ની દુર્દશા જોઈ ને અહીંના રહીશો માં ચર્ચા થઈ રહી છે.
“હવે તમેજ જણાવો આને વિકાસ કહેવો કે વિનાશ ?”

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
NEWER POSTવિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકો તથા અધ્યાપક સહાયકો સાથે કુલ ૧ર,૩૪૪ ખાલી જગ્યાહઓની ભરતી પ્રક્રિયા દિવાળી પછી સત્વસરે હાથ ધરાશે : શિક્ષણ મંત્રી

COMMENTS

Wordpress (0)
Disqus (0 )