સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ટિકિટ બારી પર ફરજ બજાવતા છૂટા કરાયેલા કર્મચારીઓ ના સમર્થનમાં સરપંચ પરિષદ મેદાનમાં

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સ્ટેચ્યુના 15 કર્મીઓને પુનઃસ્થાપિત કરવા માટે સરપંચ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટદાર અને ખાનગી એજન્સી સાથે મુલાકાત કરી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક વર્ષના સમયગાળામાં કોન્ટ્રાક્ટ બદલાઈ જતા કર્મચારીઓને મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. એમાં ટિકિટ ફાડવાનો કોન્ટ્રાક્ટ જે જેની એજન્સીને આપવામાં આવ્યો હતો.તે કોન્ટ્રાક્ટ હવે બીજી એજન્સીને આપવામાં આવતા નવી એજન્સીએ જુના કર્મચારીઓને કોઈપણ કારણ વગર છૂટા કરી દેતા વિવાદ સર્જાયો છે.ત્યારે હવે તેમને ન્યાય આપવા સરપંચ પરિષદ મેદાનમાં ઊતર્યું હતું.

સરપંચ પરિષદના સરપંચો દ્વારા તંત્ર એજન્સી સાથે મુલાકાત કરી 15 જેટલા કર્મચારીઓને ફરીથી નોકરી પર લેવા રજૂઆત કરાઇ હતી. જેમાં સરપંચ પરિષદના મહામંત્રી નિરંજન વસાવા, સરપંચ ધામદરા ના શીતલબેન તડવી, તિલકવાડાના સરપંચ અરુણ તડવી, સહિત મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા હતા. અને નાયબ વહિવટદાર નીલેશ દુબેને મળ્યા હતા અને રજૂઆત કરી હતી.
તે મનોજ જણાવ્યું હતું કે જેમના પરિવાર સ્ટેચ્યુ અને ડેમમાં જમીનો ગુમાવી છે તેમના વારસદારોને નોકરી માં રાખી અધવચ્ચે થી 15 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે આ બાબતે કર્મચારીઓને સ્ટેચ્યુ વહીવટદારને રજૂઆત કરી જેતે એજન્સીના માલિકને રજૂઆત કરી જિલ્લા કલેકટરને રજૂઆત કરી નોકરી પાછી આપવા વિનંતી કરી હતી, જોકે સરપંચોની રજૂઆતને ધ્યાને લઇ આ અંગે ઘટતું કરવાની ખાતરી અપાઈ હતી.
તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )