કલેક્ટર શ્રીમતિ શાલિની અગ્રવાલના અધ્યક્ષ સ્થાને DLFCની સમીક્ષા બેઠક મળી
રાજ્યમાં ટૂંક સમયમાં પ્રગતિ સાધિને DLFC ઇન્ડેક્ષમાં વડોદરા જિલ્લો બીજા ક્રમે પહોંચ્યો
ઈજ ઓફ ડુઇગ બિઝનેશ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ ફેસિલીટેશન કમિટિની બેઠક કલેક્ટર શ્રીમતિ શાલિની અગ્રવાલના અધ્યક્ષ સ્થાને મળી હતી. ઉર્જા, કૃષિ, સહિતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને ઉદ્યાગકારોની અરજીઓનો ત્વરિત નિકાલ આવે તે માટે કલેક્ટર શ્રીમતિ શાલિની અગ્રવાલે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. મહત્વનું છે કે, ઈજ ઓફ ડુઈંગ બિઝનેશ રેન્કિંગ સાથે સંબંધિત ડીએલએફસી ઇન્ડેક્ષમાં વડોદરા જિલ્લો ટૂંક સમયમાં પ્રગતિ સાધિ રાજ્યભરમાં બીજા ક્રમે પહોંચી ગયો છે. ગત માસ એટલે કે ઓક્ટબરમાં માસમાં વડોદારા જિલ્લો ૮મો ક્રમાંક ધરાવતો હતો.
સિંગલ વિન્ડો ક્લીયરન્સ એક્ટ હેઠળ કલેક્ટર અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ લેવલ ફેસિલીટેશન કમિટિની રચના કરવામાં આવે છે. તેમજ ઉદ્યોગકારોની અરજી પરત્વે કોઈ ઢીલાશ ન રહે તે માટે દરેક માસના પ્રથમ શુક્રવારે DLFCની સમીક્ષા બેઠક યોજવામાં આવે છે.
આ બેઠકમાં જિલ્લા ઉદ્યાગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી, જિલ્લા રજીસ્ટ્રારશ્રી, મહાનગરપાલિકાના અધિકારીશ્રી, સરદાર સરોવર નર્મદા નિગમ સહિતના વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતાં.