નર્મદા જિલ્લા ભાજપના તાલુકા મંડળોના પ્રમુખની વરણી માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની
Spread the love
મનમંચ ન્યૂઝ……..રાજપીપલા
પ્રદેશમાંથી થનારી વરણી માટે શરૂ થયું લોંબીગ.
નાંદોદ, દેડિયાપાડા, સાગબારા, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકા મંડળો તથા રાજપીપળા શહેર પ્રમુખની વરણી માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની.
2019માં નર્મદામાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા ચૂંટણીઓને ધ્યાને લઇ શરૂ થયેલી કયાવત.
આગામી 2020 માં એક વર્ષ પછી નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી આવવાની છે. તેને કબજે કરવા નજીક આવતી ચૂંટણીને ધ્યાને લઇ ગુજરાતના પ્રદેશ ભાજપે અત્યારથી જ રાજકીય કયાવત શરૂ કરી દીધી છે. તે માટે નર્મદા જિલ્લાના ભાજપાના 6 તાલુકા મંડળોમાંના પ્રમુખ વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જે શરૂ થતા નર્મદામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઇ છે. જેમાં નાંદોદ, દેડિયાપાડા, સાગબારા, તિલકવાડા અને ગરુડેશ્વર તથા રાજપીપળા શહેર પ્રમુખની વરણી માટે રાજકીય ગતિવિધિઓ તેજ બનતા દિવાળી પછી નર્મદા ના ભાજપના વર્તુળોમાં રાજકીય કયા વતન અને લોબિંગ શરૂ થયું છે.
જેમાં પ્રમુખ માટે વર્તમાન પ્રમુખ સહિત અન્ય સક્રિય કાર્યકરો પ્રમુખ બનવાની હોડમાં લાગી ગયા છે. જેમાં ગરુડેશ્વર તાલુકા મંડળ પ્રમુખ માટે વર્તમાન પ્રમુખ શ્રવણ તડવી અને સક્રિય પાર્ટીના કાર્યકર પદમ તડવીના નામો ચર્ચાઈ રહ્યા ચર્ચામાં વહેતા થયા છે. જ્યારે તિલકવાડા તાલુકા મંડળ પ્રમુખ માટે તાલુકાના મહામંત્રી વિક્રમ તડવી, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાલુભાઈ બારીયા તથા જિલ્લા ઉપપ્રમુખ જયેન્દ્ર પ્રજાપતિ ના નામો રેસ માં છે. તો સાગબારા માટે વર્તમાન પ્રમુખ ફુલસિંગભાઈ વસાવા ની સામે અન્ય સક્રિય કાર્યકરો પણ દાવેદારો બનાવવા જઈ રહ્યા છે. જ્યારે દેડીયાપાડા તાલુકા તાલુકા મંડળના પ્રમુખ અમરસિંહ વસાવા તથા અન્ય સક્રિય કાર્યકરો શંકરભાઈ વસાવા રમેશભાઈ વસાવા નામો પણ ચર્ચામાં છે.
તો નાંદોદ તાલુકા મંડળ પ્રમુખ માટે યુવા મોરચાના ઉપપ્રમુખ આશિત પટેલ, તાલુકા મહામંત્રી દિવ્યેશ વસાવા તેમજ સક્રિય કાર્યકર હિતેશ વસાવા નામો રેસ માં છે. જ્યારે રાજપીપળા નગરપાલિકાની એક વર્ષ પછી આવી રહેલી ચૂંટણીઓને ધ્યાને લઇ રાજપીપળા શહેર પ્રમુખ તરીકે ત્રણ દાવેદારો ના નામો ચર્ચામાં છે. જેમાં પૂર્વ પ્રમુખ રહી ચુકેલા અને સક્રિય એવા વર્તમાન રાજપીપળા શહેર મહામંત્રી કમલેશ પટેલ, પ્રમુખ રમણસિંહ રાઠોડ તેમજ ઉત્કર્ષ પંડ્યાના નામો ચર્ચામાં આવતા અત્યારથી જ મંડળના પ્રમુખ બનવાની ઓળખ જાણતા રાજકીય લોબિંગ શરૂ થઈ ગયું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
CATEGORIES રોજીદા સમાચાર