ગોપાલપુરા રામકથામા રામજન્મોત્સવ ઉજવાયો : રામ કથાનું સમાપન કરાવતા કથાકાર ભગતબાપુ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મનમંચ ન્યૂઝ…….રાજપીપલા

કથા નું ઉદઘાટન કુંવારી કન્યાઓ અને વિધાવામાતાઓ દ્વારા કરાવી કુરિવાજોને તિલાંજલી આપવાની અનોખી પ્રથા ગ્રામજનોએ પાડી.

નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામ એક ચિત્રકુટધામ એ પ્રિન્સ ફળિયામાં રામકથાનો પ્રારંભ થયો છે. જેમાં કથાના ચોથા દિવસે ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ભગવાન રામ જન્મોત્સવ ઉજવાયો હતો, વ્યાસપીઠ ઉપરથી જાણીતા મહુવાના કથાકાર ભગતબાપુ કથા નું રસપાન કરાવી રહ્યા છે. રામ કથાથી સંભાળવા ગોપાલપુરા ના શ્રોતાજનો અને રાજપૂત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટે છે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામ શ્રેષ્ઠ રાજા, શ્રેષ્ઠ ભાઈ, અને શ્રેષ્ઠ પતિ અને મર્યાદા પુરુષોત્તમ તરીકે નવાજી આજના જમાના માં ભગવાન રામ જેવા બનના લોકોને અનુરોધ કરાયો હતો ગામની એકતા અને ધાર્મિકતા જળવાઈ રહે તે માટે સફેદ કુર્તા પહેરીને શ્રોતાજનો મોટી સંખ્યામાં ઉમટયા હતા.કથા નું ઉદઘાટન કુંવારી કન્યાઓ અને વિધવાઓ માતાઓ દ્વારા કરાવી કુરિવાજોને તિલાંજલી આપવાની અનોખી પ્રથા ગ્રામજનોએ પાડી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )