મોરબી પોલીસે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની આગતા સ્વાગતા કરવામાં માનવતા મુકી નેવે : સીએમનો કાફલો પસાર થાય તે પહેલાં જ રોડ-રસ્તાઓ બ્લોક કરી દેવાતા અંતિમયાત્રા અટવાઈ
મોરબી ખાતે ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિતના કાર્યકમમાં સહભાગી થવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સહિતના મહાનુભાવો મોરબી આવ્યા ત્યારે તેની આગતા સ્વાગતા કરવામાં મોરબી પોલીસે માનવતાને પણ નેવે મુકી દીધી હતી.
મોરબી ખાતે ગતરોજ લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.શો પ્રથમ સો-ઓરડી વિસ્તારમાં લોકાર્પણ કરી, અને ત્યાંથી પંચાસર રોડ પર એક ખાતમુહૂર્ત કરવા નિકળ્યા હતાં, પણ તમામ અઘિકારી સહિતનો કાફલો પસાર થાય તે પહેલાં જ પોલીસે તમામ રસ્તા પરના વાહનોની અવર-જવર બંધ કરાવી દિધી હતી. જો કે પંચાસર રોડ પહેલા મોરબી બાયપાસ પાસે કોઈ વ્યક્તિ ની અંતિમયાત્રા ત્યાંથી પસાર થતી હતી. અને હિન્દુ પરંપરા મુજબ કોઈ પણ ધર્મના લોકોનું અંતિમયાત્રાને સંપૂર્ણ માન સન્માન આપવામાં આવતું હોય છે. અને તેમના માટે રસ્તો ખુલ્લો કરી દેવાય છે. અને તમામ લોકો જે તે સ્થળ પર થોભી અંતિમયાત્રાને જવા રસ્તો કરી આપે છે. પણ મોરબી પોલીસ જાણે મુખ્યમંત્રીની સહિતના મહાનુભાવોની આગતા સ્વાગતા
કરવામાં માનવતા ભુલી ગઇ હોય અને સીએમ ના કાફલો પણ જાણે આ મર્યાદા ચુકી ગયો હોય તેમ લાગી રહ્યું છે. કારણકે મુખ્યમંત્રીના કાફલાને જવા માટે એક સ્મશાનયાત્રાને પણ રોકી રાખવામાં આવી હતી.