નર્મદા જિલ્લાના રાજપીપલા દેડીયાપાડા, સાગબારા અને તિલકવાડા ખાતેના નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન કેન્દ્રોને ખરીદ કેન્દ્રો તરીકે જાહેર કરાયા
રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવેથી ડાંગર, મકાઇ અને બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી.
રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીફ સીઝન ૨૦૧૯-૨૦ અંતર્ગત ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી આગામી તા. ૧૬/૧૦/૨૦૧૯ થી તા. ૩૧/૧૨/૨૦૧૯ દરમ્યાન ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમના ડાંગર માટે ૯૨, મકાઇ માટે ૬૧ અને બાજરી માટે ૫૭ જેટલા એ.પી.એમ.સી. ખરીદ કેન્દ્રો/ગોડાઉન કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂા. ૧૮૧૫/- પ્રતિ કવિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂા. ૧૮૩૫/- પ્રતિ કવિન્ટલ, મકાઇ માટે રૂા. ૧૭૬૦/- પ્રતિ કવિન્ટલ અને બાજરી માટે રૂા. ૨૦૦૦/- પ્રતિ કવિન્ટલ નિયત કરેલ છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોને ઓનલાઇન નોંધણી સંબંધિત ગ્રામ પંચાયતમાં (ઇ-ગ્રામ સેન્ટર ખાતે) નજીકના એ.પી.એમ.સી. ખાતે તથા નિગમમાં ગોડાઉન કેન્દ્ર ખાતે તા. ૧/૧૦/૨૦૧૯ થી શરૂ થયેલ છે. જે તા. ૩૧/૧૦/૨૦૧૯ સુધી હતી. જે રજીસ્ટ્રેશનની મુદૃતમાં તા. ૧૫/૧૧/૨૦૧૯ સુધી વધારો કરવામાં આવેલ છે, જે એ.પી.એમ.સી. ખરીદ કેન્દ્ર ખાતે જ થઇ શકશે તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે.
વધુમાં રાજપીપલા/નર્મદા જિલ્લાના રાજપીપલા, દેડીયાપાડા, સાગબારા, તિલકવાડા તાલુકા ખાતેના ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી, ના ગોડાઉન કેન્દ્રને જ ખરીદ કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવેલ છે. અને આ તમામ ખરીદ સરકારશ્રીના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રા.બા.વિભાગના તા.૧૦/૧૦/૨૦૧૯ ના ઠરાવ ક્રમાક / કીમએસ / ૧૪ / ૨૦૧૯/૩૧૯૭૩/ક થી આપેલ સુચનાઓ મુબજ કરવામાં આવશે જેની નોંધ લેવા નાયબ જિલ્લા મેનેજર, ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી., રાજપીપલા-નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.