દેશના વિકાસ પાછળ કોઈ એક પક્ષ નથીઃ નહેરૂથી લઈને મનમોહન સુધીનાઓનું યોગદાન……..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

દેશના વિકાસ પાછળ કોઈ એક પક્ષ નથીઃ નહેરૂથી લઈને મનમોહન સુધીનાઓનું યોગદાન કોંગ્રેસના ૫૫ વર્ષના કારણે ભારત બનશે ૫ ટ્રીલીયન ડોલરની ઈકોનોમીઃ દેશની ઉપલબ્ધિઓ પાછળ કોઈ એક પક્ષ જવાબદાર છે એવા દાવા અંગે પ્રણવ મુખર્જીએ અફસોસ વ્યકત કર્યોઃ સફળતા પાછળ અગાઉની સરકારો અને બધા પક્ષોની મહેનત સામેલ છેઃ કોંગ્રેસની ૫૫ વર્ષની શાસન વ્યવસ્થાની ટીકા કરનાર એ ભૂલી જાય છે કે આઝાદી વખતે ભારતની સ્થિતિ કેવી હતી ?

નવી દિલ્હી, તા. ૧૯ :. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યુ છે કે, અગાઉની સરકારોએ મજબૂત પાયો નાખ્યો હોવાને કારણે ભારત ૨૦૨૪ સુધીમાં ૫ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે. તેમણે કહ્યુ છે કે આઝાદી બાદથી ભારતીયોના પ્રયાસોને કારણે સામાજિક અને આર્થિક ક્ષેત્રે સારો દેખાવ થઈ રહ્યો છે. આ માટે તેમણે કોંગ્રેસના ૫૫ વર્ષની શાસનની ટીકાઓને પણ ખોટી ગણાવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે આઝાદી બાદથી ભારતીયોને પ્રયાસોને કારણે આર્થિક અને સામાજિક ક્ષેત્રે સારો દેખાવ થઈ રહ્યો છે. તેમણે કહ્યુ છે કે નાણામંત્રી કહી શકે છે કે ભારત ૨૦૨૪માં ૫ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે કારણ કે તેનો મજબુત પાયો પહેલીથી રાખવામાં આવ્યો હતો. અંગ્રેજો થકી નહી પરંતુ સ્વતંત્રતા બાદ ભારતીયોના પ્રયાસોથી આવુ થયુ છે. કોંગ્રેસના ૫૫ વર્ષની ટીકાઓને ખોટી ગણાવતા તેમણે કહ્યુ હતુ કે જે લોકો કોંગ્રેસના ૫૦-૫૫ વર્ષના શાસનની ટીકાઓ કરે છે તેઓ ભૂલી જાય છે કે આઝાદીના સમયે ભારતની સ્થિતિ કેવી હતી ? જો આજે ભારત ૫ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યુ હોય તો તેની પાછળ પૂર્વજોએ રાખેલી ૧.૮ ટ્રીલીયન ડોલરનો મજબુત પાયો છે. સમૃદ્ધ ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં તેમણે આ મુજબ કહ્યુ હતુ. તેમણે એ બાબતનો પણ સ્વીકાર કર્યો હતો કે બીનકોંગી સરકારોએ પણ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે દેશની ઉપલબ્ધીઓને કોઈ એક પક્ષની સિદ્ધિ ગણાવવા અંગે અફસોસ વ્યકત કર્યો છે. સફળતા પાછળ અગાઉની સરકારો અને બધા પક્ષોની મહેનત સામેલ છે. પ્રણવ મુખર્જીએ કહ્યુ છે કે ભારતે જે ચાર – પાંચ ગણી સિદ્ધિઓ મેળવી છે કારણ કે જવાહરલાલ નહેરૂ જેવા નેતાઓએ આઈઆઈટી, ઈસરો, આઈઆઈએમ જેવી સંસ્થાઓનો પાયો નાંખ્યો હતો. મનમોહનસિંહ અને નરસિંહ રાવ જેવા નેતાઓએ ઉદારવાદી નીતિઓને કારણે દેશના વિકાસને આગળ વધાર્યો હતો. પ્રણવ મુખર્જીએ આ બાબત પર અફસોસ વ્યકત કર્યો હતો કે આજે દેશના બહુલતાવાદી ટીકાઓ કરી ઠેસ પહોંચાડે છે. આપણે એ ભૂલવુ ન જોેઈએ કે ભારતનું બંધારણ તમામ ધર્મો, જાતિ અને લીંગના લોકોની સામાજિક અને આર્થિક સુરક્ષાની ગેરેંટી આપે છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
NEWER POSTઅલ્પેશના પ્રવેશથી કાર્યકરો ભડક્યા, કહ્યું- ‘ભાજપમાં નેતાઓ ખુટતા અલ્પેશ ઠાકોરને લીધો’

COMMENTS

Wordpress (0)
Disqus (0 )