નર્મદા મા 12673કુપોષિત બલકો વિધાન સભા મા સરકારે રજૂ કર્યા આંકડા
વડાપ્રધાનના ના એસપી રેશનલ ડિસ્ટ્રિક્ટ મા સમાવિષ્ટ નર્મદા જિલ્લાની આરોગ્યક્ષેત્રે કફોડી હાલત ?
નર્મદા જિલ્લાને કુપોષણ મુક્ત કરવા ખાનગી સંસ્થા સરકાર સાથે કરાર કરવાની નોબત ?
કુપોષણને નાથવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની નિષ્ફળતા
કુપોષણને નાથવા અમલી બનાવેલ દૂધ સંજીવની યોજના સામે પણ પ્રશ્નાર્થ ?
રાજપીપળા, તા. 13
નર્મદા મા 12673કુપોષિત બલકો વિધાન સભા મા સરકારે રજૂ કર્યાછે આ આંકડા .નર્મદા જિલ્લો આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર છે આ જિલ્લામાં કુપોષણ ની ખૂબ જ મોટી સમસ્યા છે. નર્મદામાં સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અને દૂધ સંજીવની યોજના જેવી મોટી યોજનાઓ અમલમાં હોવા છતાં નર્મદા જિલ્લામાં કુપોષણનો શિકાર આજે પણ મોટી સંખ્યામાં આદિવાસી બાળકો જોવા મળે છે ! આ સમસ્યાને નિવારવા માં જિલ્લાનું સરકારી વહીવટી તંત્ર નિષ્ફળ નિવડયું છે. સરકારી તંત્રે આ કામગીરી બહારની ખાનગી એનજીઓ સંસ્થાને સોંપી સરકારી તંત્ર કુપોષણની સમસ્યા નિવારવા નિષ્ફળ ગયું હોવાની પ્રતીતિ કરાવી રહ્યું છે, પોષણયુક્ત આહાર આપી તેમને કુપોષણની સમસ્યામાંથી મુક્ત કરવા અદાણી ફાઉન્ડેશન અને રાજ્ય સરકાર સાથે કરાર કરી નર્મદા જિલ્લામાં કેન્દ્ર સરકારના અનેક પ્રોજેક્ટો જિલ્લામાં અમલી બનાવેલ છે. સરકારે આવી સંસ્થા સાથે એમ.ઓ.યુ કરાર કરવા પડ્યા હોય આરોગ્યલક્ષી કાર્યક્રમ દ્વારા કુપોષણની સમસ્યા દૂર કરવામાં જિલ્લાની સરકારી વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી જતાં અનેક પ્રશ્નો ઉભા થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લામાં ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટના અમલ દ્વારા પાંચ વર્ષમાં નર્મદા જિલ્લાની સુપોષિત કરવા જૂન-2019 માં અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર સાથે કરાર કર્યો હતા. જે અંતર્ગત જિલ્લામાં કામગીરી શરૂ કરી દેવાઇ છે. નર્મદા જિલ્લામાં સગર્ભા માતાઓ અને નવજાત બાળકોમાં કુપોષણની ખૂબ જ મોટી સમસ્યા ને દૂર કરવા રાજ્ય અને ફાઉન્ડેશન સાથે સાથે રાજ્ય સરકારે કરાર કરીને તેમને આ કુપોષણની સમસ્યા ને દૂર કરવાની જવાબદારી સોંપાઈ છે.
આ માટે સંસ્થાએ સંગીની બહેનોની નિયુક્તિ કરી છે જે વિવિધ વિસ્તારોમાં ફરીને સગર્ભા બહેનોને 0 થી 5 વર્ષના બાળકો ધાત્રી માતાઓને સર્વેનું કામ હાથ ધરે છે અને તેમને પોષણક્ષમ આહાર ના સૂચનો અપાયા છે. અને તબીબી સારવાર માટે તેમને દવાખાનાઓમાં રિફર પણ કરાયા છે.
પણ ખાટલે મોટી ખોડ એ છે કે, નર્મદા જિલ્લામાં રાજ્ય સરકાર સહિત જિલ્લાનું સમગ્ર આરોગ્ય વિભાગ કુપોષણને નાથવા કામગીરીઓ કરે છે, અને કરોડો રૂપિયાના બજેટની ફાળવણી પણ થાય છે, તો શું વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ નીવડેલ છે જિલ્લામાં હજારો કર્મચારીઓ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા છે. તેઓ તેમની કામગીરીમાં નિષ્ફળ થઈ ગઈ છે. આવા અનેક સવાલો ખાનગી સંસ્થા સાથે કરેલા રાજ્ય સરકારના કરારથી ઉપસ્થિત થાય છે.
નર્મદા જિલ્લા વિસ્તારમાં સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને નવજાત શિશુઓ ના કુપોષણની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. નાના બાળકો માં કુપોષણની સમસ્યા દૂર કરવા માતાઓમાં સમસ્યા દૂર કરવા અને સરકારી યોજનાઓ અમલી બની છે જેમની દૂધ સંજીવની યોજના એક છે ત્યારે શું યોજનાથી પણ કુપોષણને નાથવામાં સફળતા નથી મળી ? બાલવાળીઓ, શાળાઓમાં અભ્યાસ કરવા તથા બાળકોને કે જેઓ આદિવાસી વિસ્તાર માં અભ્યાસ કરે છે, તેમને દરરોજ દૂધ આપવામાં આવે છે જે માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે તો શું કુપોષણને દૂર કરવા આ યોજના પણ નિષ્ફળ ગઈ છે ?
પ્રજાજનોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા આરોગ્યની જાળવણી કરવી જેવી અનેક વિધિ જવાબદારીઓ રાજ્ય સરકારની તેમજ તેના દ્વારા ચાલતા આરોગ્ય વિભાગની છે ત્યારે નર્મદા જિલ્લામાં કુપોષણની સમસ્યા દૂર કરવા સરકારે ખાનગી સંસ્થા સાથે કરાર કર્યો છે. આ ફાઉન્ડેશન જિલ્લામાં કામગીરી કર્યાનો સમસ્યાનો હલ થઈ રહ્યો નો દાવો કરી રહી છે. ત્યારે સરકારી તંત્ર નિષ્ફળ ગયું ? જો સામાજિક સંસ્થાને સમસ્યા હલ કરવા કામ કરતી હોય તો સરકારી વિભાગ કેમ નિષ્ફળ ગયા ? એ પ્રશ્નો લોકોમાં ચર્ચાસ્પદ બન્યા છે.
નર્મદા જિલ્લામાં તબીબો, આંગણવાડી વર્કરો સહિત અને એક હજારથી પણ વધુ સરકારી કર્મીઓ વર્ષોથી કુપોષણને નાથવા માટે કામ કરી રહ્યા છે તો શું તેઓ નિષ્ફળ નીવડયા છે ? વર્ષો ની કામગીરી કરતા હતા છતાં પરિણામ કેમ નહીં ? તો પછી કરોડો રૂપિયાનું આંધણ કેમ ? જેવા પ્રશ્નો ચર્ચાનો વિષય બન્યા છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા