કેવડીયા કોલોની- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા. ૨૬ મી ઓકટોબરથી સમગ્ર દેશભરના વિવિધ પ્રાંતોના અંદાજે ૪૫૦ જેટલાં IAS,IPS,IFS અને IRS સનદી તાલીમી અધિકારીઓના  કંમ્બાઇન્ડ ફાઉન્ડેશન કોર્ષનો થનારો પ્રારંભ 

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

તા. ૨૫ મીએ સાંજ સુધીમાં કેવડીયા-ટેન્ટ સિટી ખાતે દેશના જુદા જુદા પ્રાંતના સનદી તાલીમી અધિકારીઓનું થનારૂં આગમન

મસુરીની લાલબહાદુર શાસ્ત્રી સંસ્થામાંથી દેશભરના જુદા જુદા પ્રાંતોના અંદાજે ૪૫૦ જેટલાં IAS,IPS,IFS અને IRS જેવી સનદી સેવાઓ માટેના તાલીમી અધિકારીઓનો તા. ૨૬ મી ઓકટોબરથી તા. ૩૧ મી ઓકટોબર, ૨૦૧૯ સુધી કંમ્બાઇન્ડ ફાઉન્ડેશન કોર્ષનો પ્રારંભ થશે. નર્મદા જિલ્લા પ્રશાસન અને ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન લિમીટેડ તરફથી ઉકત તાલીમી કાર્યક્રમ સંદર્ભે તાલીમાર્થીઓની આનુસંગિક અન્ય તમામ વ્યવસ્થાઓનું સુચારૂં આયોજન કેવડીયામાં ટેન્ટ સિટી ખાતે ઘડી કઢાયું છે.

ગુજરાત પ્રવાસન-નિગમ લિમીટેડના કમિશનરશ્રી અને મેનેજીંગ ડિરેકટરશ્રી જેનુ દેવનના અધ્યક્ષપદે તેમજ નર્મદા જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટદાર આઇ.કે.પટેલ, છોટાઉદેપુરના કલેકટર સુજલ મયાત્રા, પંચમહાલના કલેકટર અમીત અરોરા, દાહોદના કલેકટર વિજય ખરાડી, નર્મદા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જિન્સી વિલીયમ, ભરૂચના જિલ્લા વિકાસ અધિકારી વિજયન, નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉકત બેઠકને સંબોધતા જેનુ દેવને જણાવ્યું હતું કે તા. ૨૬ મી થી કેવડીયા ટેન્ટ સિટી ખાતે આરંભાનારા ઉકત કંમ્બાઇન્ડ ફાઉન્ડેશન કોર્ષના તાલીમી સનદી અધિકારીઓનો કાર્યક્રમ સુપેરે પાર પડે તે માટે એકોમોડેશન, ટ્રાન્સપોર્ટેશન, ઇવેન્ટ એરેન્જમેન્ટ, પુર એન્ડ બિવરેજીસ તેમજ મીડીયા કમિટી સહિત ઓવરઓલ મોનીટરીંગ કમિટીઓનું ગઠન કરીને તેની કામગીરી અને જવાબદારીઓ સોંપવામાં આવી છે.
તા. ૨૫ મી ઓકટોબરના રોજ મોડી સાંજ સુધીમાં દેશના જુદા જુદા પ્રાંતોના ઉકત તાલીમી સનદી અધિકારીઓનું કેવડીયા કોલોની-ટેન્ટ સિટી ખાતે આગમન થશે. અને તા. ૨૬ મી એ ડી-બ્રિફીંગ અને ઇવેલ્યુએશન ઓફ વિલેજ વિઝીટ, તા. ૨૭ મી એ દિવાળી, તા. ૨૮ મી એ ઇકોનોમી, તા. ૨૯ મી એ ટેકનોલોજી અને તા. ૩૦ મી એ સોસાયટીની સેન્ટ્રલ થીમ ઉપર ઉકત તાલીમ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ તા. ૩૧ મી એ દેશના પ્રધાનમંત્રીઆ સનદી તાલીમી અધિકારીશ
ઓ સાથે ઇન્ટરેકશન કરવા ઉપરાંત તેમને સંબોધન પણ કરશે.
તસવીર:.જ્યોતિ જગતાપ , રાજપીપલા
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )