સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેની જંગલ સફારી પાર્કમાં વિદેશી પ્રાણી પક્ષીઓની એન્ટ્રી
375 એકરમાં બની રહેલ જંગલ સફારી પાર્કને આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે.
31 ઓક્ટોમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશી પશુ પક્ષીની મુલાકાત લેશે.
હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેની જંગલ સફારી પાર્કમાં વિદેશી પ્રાણી પક્ષીઓની એન્ટ્રી થતા પ્રવાસીઓ વિદેશી પક્ષીઓની પણ મુલાકાત લઈ શકશે . સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધ વચ્ચે લગભગ 375 એકરમાં બની રહેલ જંગલ સફારી પાર્કને આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે.ત્યારે હાલ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. માત્ર 5 મહિનામાં 40 ટકા કામગીરી કરી દેવામાં આવતા પ્રધાન મંત્રી અને મુખ્યમંત્રીએ પણ સફારી બાબતે સચિવ રાજીવ ગુપ્તા અને ડો. શશીકુમાર ટીમને શુભેચ્છા આપી છે. 31 ઓક્ટોમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશી પશુ પક્ષીની મુલાકાત લેશે.
કેવડિયાના જંગલ સફારીમાં યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી વચ્ચે પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી એક દીપડો જંગલ સફારી માટે લાવવામાં આવ્યો હતો. સાથે હરણ અને સાબર પણ લાવવામાં આવ્યા હતા. હવે ધીરે ધીરે પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે.