અમિત શાહ બનશે આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ માટે માથાનો દુખાવો, જાણો કેવી રીતે
ભાજપ ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણાના વિધાનસભા ચૂંટણી અમિત શાહના નેતૃત્વમાં જ લડવામાં આવી રહ્યાં છે. આ સ્થિતિ અદભુત છે કારણ કે અમિત શાહ અત્યારે મંત્રીમંડળમાં પણ શામેલ છે. તેમની પાસે ગૃહમંત્રીનું પદ છે. ભાજપમાં એક વ્યક્તિ એક પદનો નીયમ છે. આશ્ચર્યવાળી વાત એ છે કે ભાજપમાં એક વ્ચક્તિ એક પદનો નીયમ છે પરંતુ તેમાથી અમિત શાહને અપવાદ રાખવામાં આવ્યા છે.ખરેખર, અમિત શાહના કેસમાં આ પહેલી વખત નથી. તેમનો કાર્યકાળ જાન્યુઆરી 2019મા સમાપ્ત થવાનો હતો, પરંતુ તે વિસ્તૃત કરવામાં આવ્યો હતો જેથી પક્ષ લોકસભા ચૂંટણી તેમના નેતૃત્વ હેઠળ લડી શકે. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અમિત શાહને એક વર્ષનો વિસ્તાર મળશે અને ત્યારબાદ નવા પ્રમુખને ચૂંટવામાં આવશે. જ્યારે ભાજપે ચૂંટણીમાં ભવ્ય જીત મેળવીને સરકાર રચી ત્યારે અમિત શાહને ગૃહમંત્રાલયની મહત્વપૂર્ણ જવાબદારી મળી. કેટલાક લોકો માને છે કે હવે નવા પ્રમુખની નિમણૂંક નિશ્ચિત કરવામાં આવી છે કારણ કે પક્ષની ધારણા મુજબ એક વ્યક્તિ બે સ્થાનમાં રહેશે નહીં.
હવે ભાજપના જનરલ સેક્રેટરી ભૂપેન્દ્ર યાદવે સ્પષ્ટ કર્યું છે કે શાહ આગામી વર્ષે જાન્યુઆરી સુધી તેમની પોસ્ટ સંભાળશે. તેનો મતલબ એ છે કે ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ ફક્ત શાહની આગેવાની હેઠળ લડવામાં આવશે. ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે સભ્યપદની ઝુંબેશ પછી તરત જ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.