નર્મદા વિકાસ મંત્રીશ્રી યોગેશભાઇ પટેલની સંવેદનાસભર માનવતા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વીજળી પડવાથી આફતમાં મૂકાયેલા તાપી જિલ્લાના એ અતિ ગરીબ આદિવાસી પરિવારને સારી જગ્યાએ ઘરના બાંધકામ માટે જમીન ફાળવણી સાથે સવા લાખનું બેન્ક ધિરાણ મંજૂર કરાવવાની તજવીજ કરી : આફતગ્રસ્તોના આશિર્વાદ મેળવ્યા
વાયુ વાવાઝોડાના પ્રકોપ સામે વહિવટીતંત્રને સુસજ્જ રાખીને લોકોના જાનમાલની રક્ષા કરવાની જવાબદારી રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીજીએ મંત્રી મંડળના સદસ્યોને સોંપી હતી. તેના ભાગરૂપે રાજયના નર્મદા વિકાસ મંત્રીશ્રી યોગેશભાઇ પટેલને આદિવાસી બહુલ તાપી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેમના ચીવટના સ્વભાવ પ્રમાણે યોગેશભાઇએ લગભગ બે દિવસ સુધી સતત વહિવટીતંત્રની સાથે અને લોકોની વચ્ચે રહી સાચા જનપ્રતિનિધિ હોવાનો અનેરો દાખલો બેસાડ્યો હતો.
જીવનની પ્રત્યેક ક્ષણને સમાજ માટે સમર્પિત કરનારા નર્મદા વિકાસ મંત્રીશ્રીએ અદભૂત માનવતા દાખવતા વીજળી પડવાથી આફતમાં મૂકાયેલા તાપી જિલ્લાના ખોગળ ગામના અતિ પછાત અને અતિ ગરીબ, વૃદ્ધ વિછીંયાભાઇ ગાવિતના પરિવારને ઉગારવાના સમર્પિત અને સંનિષ્ઠ પ્રયાસોનો દાખલો બેસાડ્યો હતો.
આ અંગે તેમણે જણાવ્યું કે, આ પરિવારના નુરીબેન ગાવિતનું વીજળી પડવાથી આકસ્મિક દુઃખદ અવસાન થતાં, પરિવારના માથે કુઠારાઘાત થયો. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ પરિવાર પાણી ભરાય તેવા નીચાણવાળા વિસ્તારમાં રહે છે. તેની પાસે અન્ય કોઇ ઉંચા સ્થળે મકાન બાંધી શકાય તેવી જમીન પણ નથી અને આધારકાર્ડ, બેન્ક ખાતાથી પણ પરિવાર વંચિત છે.
આ બાબત જાણીને જિલ્લા વહિવટીતંત્રને સાથે રાખીને, બેંક અધિકારીઓ સાથે સંકલન કરીને વિછીંયાભાઇનું બેન્ક ખાતુ ખોલાવ્યું, આધારકાર્ડ કઢાવ્યું. રાજય સરકારે કુદરતી આફતોના ભોગ બનેલા પરિવારોના વારસદારોને મદદરૂપ થવા માટે આકસ્મિક મૃત્યુ સહાય યોજના અમલમાં મૂકી છે. આ પરિવારને મળવાપાત્ર રૂા. ૪ લાખની આકસ્મિક મૃત્યુ સહાયનો ચેક તેના ઘરે જઇને આપ્યો. પરિવારની દયનીય હાલત જોઇને ઉંચાણવાળી જગ્યાએ ઘર બાંધી શકે તે માટે જમીનનો પ્લોટ ફાળવવાની સૂચના આપવાની સાથે બેન્ક દ્વારા રૂા. ૧.૨૫ લાખની ગૃહ નિર્માણ લોન મંજૂર કરાવવાની તજવીજ કરાવી. ચાર લાખની સહાયમાંથી રૂા. ૩.૫૦ લાખ ફીક્સ ડીપોઝીટ તરીકે મૂકાવ્યા જેથી પરિવારને વ્યાજ મળે અને રૂા. ૫૦ હજાર મરણોત્તર ક્રિયા સહિતના ખર્ચ માટે કરન્ટ એકાઉન્ટમાં મૂકાવ્યા. તેમણે જણાવ્યું કે, લોકોને મદદરૂપ બનીએ ત્યારે જે કાર્ય સંતોષ મળે છે એ અવર્ણનીય છે. વીજળી પડવાથી શેરૂલા ગામના માલુબેન કાથડનું પણ મૃત્યુ થયું હતુ. આ પરિવારને તાલુકા પંચાયત ખાતે રૂા. ૪ લાખની સહાય અર્પણ કરી.
આમ, નર્મદા વિકાસ મંત્રીએ સંવેદનશીલ સરકારના એક સંવેદનશીલ અને કર્મનિષ્ઠ પ્રતિનિધિ તરીકે આફતગ્રસ્ત પરિવારોને પડખે રહીને ઉમદા કર્તવ્યનિષ્ઠા બતાવી.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )