પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા તકેદારી સમિતીની બેઠક યોજાઈ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પંચમહાલ જિલ્લા સમાહર્તા શ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને આદિજાતિ જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં જાન્યુઆરી-૨૦૧૯થી માર્ચ-૨૦૧૯ના સમયગાળા દરમિયાન આદિજાતિની વ્યક્તિઓ પર બનેલા અત્યાચારના બનાવોની સમીક્ષા કરવામાં આવી હતી. અત્યાચારનો ભોગ બનેલા આદિજાતિ વ્યક્તિઓને બળાત્કાર કેસમાં રૂપિયા ૩ લાખ ૭૫ હજાર, ધમકીના કેસમાં રૂપિયા ૫૦ હજાર અને અપમાનના કેસમાં રૂપિયા ૧ લાખ ૫૦ હજારની સહાય ચુકવવામાં આવી છે.
અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠકમાં સમાજ કલ્યાણ અધિકારી અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અધિકારી, જે.એન. વર્માએ માહિતી આપી હતી કે અનુસૂચિત જાતિ પેટા યોજના માટે જાન્યુઆરી- ૨૦૧૯થી માર્ચ- ૨૦૧૯ના સમયગાળા દરમિયાન ૧૫,૧૨૨.૭૩ લાખની જોગવાઈ સામે ૧૪,૮૩૮.૮૮ લાખની ગ્રાન્ટ મળી હતી અને તેમાંથી ૧૪,૭૫૦.૦૨ લાખની રકમ વિવિધ યોજનાઓમાં ખર્ચ કરાઈ છે. આમ મળેલ ગ્રાન્ટના કુલ ૯૯ ટકા રકમ અનુસૂચિત જાતિ માટેની વિવિધ પેટા યોજનાઓ પાછળ ખર્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત બેઠકમાં જાન્યુઆરી- ૨૦૧૯થી માર્ચ- ૨૦૧૯ના સમયગાળા દરમિયાન અનુસૂચિત જાતિ ઉપરના અત્યાચારના બનાવોમાં ચાર્જશીટ બાકી હોય તેવા તેમ જ ચાર્જશીટ થયેલા અને કોર્ટ દ્વારા સાબિત/નાસાબિત થયેલા કેસો તેમજ પડતર કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ અનુસૂચિત જાતિ ઉપરના અત્યાચારોની બાબતમાં સંવેદનશીલ વિસ્તારોની સ્થિતિમાં સુધાર લાવવા અંગેના સુચનો કર્યા હતા. તરખંડા ગામમાં અનૂસૂચિત જાતિ પરના અત્યાચારની બાબતમાં લોકોને સંવેદનશીલ બનાવવા શું કામગીરી થઈ હતી તે અંગે પણ જાણકારી મેળવી હતી. તેમણે સફાઈ કામદારો માટે કામના સ્થળે પૂરતા સુરક્ષા ઉપાયો કરવામાં આવે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને જણાવ્યું હતું અને તેમની સ્થિતિ વિશે અહેવાલ આપવા નિર્દેશ કર્યો હતો. અત્યારના બનાવોમાં સહાય ચૂકવાઈ હોય તથા ચૂકવવાની બાકી હોય તેવા કેસોની સમીક્ષા કરતા તેમણે માહિતી મેળવી હતી કે અનુસૂચિત જાતિઓ પર જાન્યુઆરી- ૨૦૧૯થી માર્ચ- ૨૦૧૯ના સમયગાળા દરમિયાન કુલ ચાર બનાવો બન્યા હતા, જેમાં ૬ લાખ ૭૫ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )