અમદાવાદ: રિવરફ્રન્ટ મેળાના ચકડોળમાં બાળકો ફસાયા: ઉંચે ચકડોળામાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું

અમદાવાદ: રિવરફ્રન્ટ મેળાના ચકડોળમાં બાળકો ફસાયા, ફાયરની ટીમે રેસ્ક્યુ શરૂ કર્યુંફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, અને ઉંચે ચકડોળામાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે.અમદાવાદ રિવરફ્રન્ટથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અહીં લાગેલા મેળાના એક ઊંચા ચકડોળમાં કેટલાલ લોકો ફસાયા હોવાનું સામે આવી રહ્યુ્ં છે. તત્કાલીન ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી ગયું છે. અને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના રિવરફ્રન્ટ પર મેળો લગાવવામાં આવ્યો છે. અહીં અનેક પ્રકારની રાઈડ્સ અને ચકડોળ વગેરે લગાવવામાં આવ્યા છે. આજે રવિવારનો દિવસ હતો, જેને પગલે મોટી સંખ્યામાં લોકો મેળામાં આવ્યા હતા. ત્યારે મેળામાં લાગેલા એક ચકડોળમાં કેટલાક બાળકો સહિત અન્ય લોકો ફસાઈ ગયા છે. આ મુદ્દે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા, ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, અને ઉંચે ચકડોળામાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે.ફાયરની ટીમનું ક્રેન પણ પહોંચી ગયું છે, ક્રેન દ્વારા ઊંચા ચકડોળમાં ફસાયેલા પરિવારોને બચાવવાની કામગીરી ચલાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તમામ લોકો હાલમાં સલામત છે, અને તેમને બચાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.ફાયર વિભાગના કર્મી પાસેથી મળતી માહિતી અનુસાર, હાલમાં ક્રેન દ્વારા ચકડોળમાં ફસાયેલા પરિવારો અને બાળકોનું રેસક્યુ હાથ ધરવામાં આવ્યું છે. કેટલાકા લોકોને સલામત નીચે લાવી દેવામાં આવ્યા છે, તથા અન્ય લોકોને પણ સલામત રીતે બચાવવાની કામગીરી ચાલી રહી છે. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ.ઉલ્લેખનીય છે કે, હમણાં જ થોડા દિવસ પહેલા સુરતમાં એક ગોજારી આગની ઘટના બની જેમાં 22 જેટલા વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો, આ સમયે ફાયરની ટીમ પાસે આ રીતનું મોટુ ક્રેન ન હતું, પરંતુ અમદાવાદ ફાયર ટીમ કોઈ પણ ભૂલ વગર તૂરંત મોટી ક્રેન સાથે રિવરફ્રન્ટ મેળાના ચકડોળમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ માટે પહોંચી જતા, તમામ લોકોને સલામત બચાવી લેવામાં સપળતા મળી છે.

CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )