ગ્લવ્ઝ પર બલિદાન બેજઃ ધોની પણ ન હટાવવા માટે અડગ, સમર્થનમાં જોડાયો આખો દેશ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ધોનીના ગ્લવ્ઝ પર બલિદાન બેઝના નિશાનને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. બુધવારે સાઉથેમ્પ્ટનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતની પહેલી મેચ દરમિયાન ધોની બલિદાન બેઝની સાથે વિકેટકીપિંગ કરતો દેખાયો હતો. ICCએ ધોનીને પોતાના ગ્લવ્ઝ પરથી આ નિશાન હટાવવા માટે કહ્યું હતું. પરંતુ ધોનીએ પોતાના ગ્લવ્ઝ પરથી આ નિશાનને હટાવવાની ના પાડી દીધી છે. BCCI માહીના સમર્થનમાં આવ્યું છે. BCCIના COA ચીફ વિનોદ રાયે કહ્યું હતું કે, અમે ICCને એમ. એસ. ધોનીના ગ્લવ્ઝ પર બલિદાન બેજ પહેરવા માટે અનુમતિ લેવા માટે પહેલાથી જ ચિઠ્ઠી લખી ચુક્યા છીએ.

હવે ICCના સુત્રોએ કહ્યું કે નિયમો અનુસાર અપીલની કોઈ ગુંજાઈશ નથી, પરંતુ BCCI પાસે ICCને પત્ર લખવાનો અધિકાર છે. આ મામલાને ટેકનિકલ સમિતિને સોંપવામાં આવશે. જેમાં જેફ એલ્ડર્સ, ડેવિડ રિચર્ડસન, કુમાર સંગાકારા, હર્ષા ભોગલે અને સ્ટીવ એલવર્દી સામેલ છે, પરંતુ આ અંગેની વધુ સંભાવના નથી કે તે પોતાનું વલણ બદલશે.’
વરિષ્ઠ ICC સુત્રોનું કહેવું છે કે, સંસ્થા કોઈપણરીતે આના પર પુનર્વિચાર કરશે નહીં, કારણ કે કોઈ અન્ય ટીમ પણ આવું કંઈ કરી શકે છે અને ICCએ તેને અનુમતિ આપવી પડશે. ત્યારબાદ રમતના મેદાનમાં પણ ધાર્મિક કે રાજકીય સંદેશ જશે. જેના પર ICC ક્યારેય અનુમતિ ન આપી શકે. એટલે એ લગભગ નક્કી છે કે, ICC આ બાબતમાં પોતાનું વલણ નહીં બદલશે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, BCCIએ હજુ સુધી આ અંગે કોઈ ઔપચારિક અપીલ નથી કરી.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
NEWER POSTશક્તિશાળી BCCIને ICCએ દેખાડી આંખ, ધોનીને લઇને દાખવ્યું આકરું વલણ
OLDER POSTગુજરાતનો જવાન શ્રીનગરમાં ફરજ દરમિયાન શહીદ, આજે વતનમાં થશે અગ્નિસંસ્કાર

COMMENTS

Wordpress (0)
Disqus (0 )